
છેલ્લા એક વર્ષ દરમિયાન, મલ્ટિકેપ મ્યુચ્યુઅલ ફંડે 40.29 ટકા વળતર આપ્યું છે. છેલ્લા 21 વર્ષમાં આ શેરની કિંમતમાં 15.95 ટકાનો વધારો થયો છે. 31 ઓક્ટોબર સુધીના ડેટા અનુસાર, બરોડા BNP પરિબા મલ્ટી કેપ ફંડની કુલ સંપત્તિ રૂ. 2739 કરોડ છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, જો કોઈ રોકાણકારે 21 વર્ષ પહેલાં રૂ. 7000ની SIP કરી હોત તો તેનું રોકાણ રૂ. 1 કરોડને પાર કરી ગયું હોત. તમને જણાવી દઈએ કે, આ સમયગાળા દરમિયાન કોઈપણ રોકાણકારે 17.64 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે.

14 નવેમ્બરના રોજ Baroda BNP Paribas Multi Cap Fundની નેટ એસેટ વેલ્યુ 312.47 રૂપિયા હતી. આ મ્યુચ્યુઅલ ફંડનો એક્સપેન્સ રેશિયો 0.93 ટકા રહ્યો છે. ચાલો જાણીએ કે કંપની કયા ક્ષેત્રમાં રોકાણ કરે છે?

નાણાકીય (18.3 ટકા), કેપિટલ ગુડ્સ (14.05 ટકા), સેવાઓ (13.73 ટકા), હેલ્થકેર (9.46 ટકા), કન્ઝ્યુમર (7.52 ટકા), એનર્જી (7.1 ટકા), મેટલ એન્ડ માઇનિંગ (5.4 ટકા), ટેકનોલોજી (5.25 ટકા) , ઓટોમોબાઈલ (3.52 ટકા), કેમિકલ્સ (2.97 ટકા)(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.)