
આની પાછળનું કારણ બજારમાં વધુ નફાની સંભાવના હોઈ શકે છે. માર્ચ 2024 સુધીના વર્ષમાં 'વિદેશી ફંડ' અને 'પ્રોપ્રાઇટરી ટ્રેડિંગ ડેસ્કે' અલ્ગોરિધમના ઉપયોગથી $7 બિલિયનથી વધુનો કુલ નફો મેળવ્યો હતો.

એક્વીસ સર્ચ (Aquis Search) ના કો-હેડ ઓફ ક્વોન્ટ અને ટ્રેડિંગ ટેકનોલોજીના ડેનિયલ વાઝના જણાવ્યા અનુસાર, "લાભદાયી ટ્રેડર્સની માંગ પહેલા જેટલી જ મજબૂત છે. અમને લગભગ દર મહિને નવા ટ્રેડિંગ ડેસ્ક ખોલવા માટે પૂછપરછ મળી રહી છે અને ભારતમાં ટોચના સ્તરના ટ્રેડર્સ, ક્વોન્ટ રિસર્ચર્સ અને ટ્રેડિંગ સિસ્ટમ્સ એન્જિનિયર્સને આકર્ષવા માટે સારી એવી સ્પર્ધા ચાલી રહી છે."

વધુમાં ગણપતિ કેનેથ ગ્રિફિનની સિટાડેલ સિક્યોરિટીઝે ભારતમાં ઓપ્શન્સ ટ્રેડર્સની ભરતી કરી છે. બીજું કે, કામગીરીને મજબૂત બનાવવા માટે વધુ કર્મચારીઓની ભરતી કરવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, સિટાડેલે વર્ષ 2022 માં ગુરુગ્રામમાં તેની ઓફિસ ખોલી હતી.

કંપનીઓ પહેલાથી જ IIT જેવી ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓ સાથે જોડાયેલ રહે છે અને એમાંય ઇન્ટર્નને નોકરી પર રાખવાનો પ્રયાસ કરી રહી છે. આ કંપનીઓમાં ઇન્ટર્નનો પગાર અન્ય કંપનીઓ કરતા નોંધપાત્ર રીતે વધારે હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ચ 2025 ના અંત સુધીમાં 70% થી વધુ 'ડેરિવેટિવ્ઝ ટ્રેડ્સ' અલ્ગોરિધમ દ્વારા ચલાવવામાં આવશે, જે ત્રણ વર્ષ પહેલા 60% થી વધુ હતા.