
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદમાં આવેલા 50 વર્ષના અવધેશ કુમારને હાર્ટ એટેક આવ્યો હતો. એન્જીયોગ્રાફીમાં ખબર પડી કે તેની ધમનીમાં 90 ટકા બ્લોકેજ છે. ડૉક્ટરોએ તેમને બે સ્ટેન્ટ નાખવાની સલાહ આપી. અવધેશ જ્યારે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદમાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેની સારવાર આયુર્વેદ અને પંચકર્મથી કરી.

ત્રણ મહિના સુધી આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી. હવે જ્યારે અહીં એન્જિયોગ્રાફી કરવામાં આવી ત્યારે દર્દીમાં માત્ર 0-5 ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું અને હૃદયરોગનું જોખમ સંપૂર્ણપણે ઘટી ગયું હતું. આ સારવાર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના ડો. દિવ્યા કજરીયાના નેતૃત્વમાં કરવામાં આવી છે.
Published On - 5:49 pm, Thu, 15 February 24