
યોગ પછી શું ખાવું : યોગ કર્યા પછી અડધા કલાક સુધી વધુ પડતું પાણી પીવાનું ટાળો. 30 મિનિટ પછી પાણી પીવો. જેથી ઇલેક્ટ્રોલાઇટ્સ ફરીથી આવી શકે. યોગ કર્યા પછી તમારા આહારમાં પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો. તમે 1 વાટકા જેટલા તાજા સિઝનલ ફળ અથવા શાકભાજી શામેલ કરી શકો છો. તમે દહીં સાથે બાફેલા ઈંડા, કોઈપણ સેન્ડવીચ, બદામ અને સીડ્સ પણ ખાઈ શકો છો.

સાંજે યોગ કરતા પહેલા અને પછી શું ખાવું? : જો તમે સાંજે યોગ કરો છો, તો જમ્યાના લગભગ 3 કલાક પછી જ યોગ કરો. તમે યોગ કરવાના 1 કલાક પહેલાં થોડો હળવો નાસ્તો લઈ શકો છો. જેથી યોગ દરમિયાન તમારા શરીરને પુષ્કળ ઊર્જા મળતી રહે. તમે 1 વાટકી બાફેલા શાકભાજી, સલાડ અથવા ડ્રાય ફ્રુટ્સ ખાઈ શકો છો. યોગ કર્યા પછી રાત્રિભોજન માટે માત્ર હેલ્ધી અને હળવો ખોરાક લો.

યોગ કરતા પહેલા અને પછી શું ન ખાવું જોઈએ? : યોગ કે અન્ય કસરત કરતા પહેલા અને પછી વધુ પડતો તૈલી, મસાલેદાર અને તળેલું ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. એવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય. ચરબીયુક્ત ખોરાક પાચનને ધીમું કરે છે. યોગ કરતી વખતે શરીરને હાઇડ્રેટ રાખો. આ માટે તમે પાણી, નારિયેળ પાણી અથવા લીંબુ પાણી પી શકો છો.
Published On - 8:50 am, Tue, 20 August 24