
લીંબુમાં વિટામિન એ, બી અને સી મળી આવે છે જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય તમે નારંગીનું સેવન પણ કરી શકો છો.

લસણમાં આવા ગુણો જોવા મળે છે જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને યોગ્ય રક્ત પરિભ્રમણ જાળવવામાં મદદ કરે છે. આ માટે દરરોજ સવારે કાચા લસણની 2-3 કળી ખાવી.

કેરોટીનોઈડ, પોટેશિયમ, વિટામીન એ અને વિટામીન ઈ સહિતના ઘણા પોષક તત્વો ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે બીપીને કંટ્રોલ કરે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુનિશ્ચિત કરે છે.

કઠોળમાં વિટામીન B ભરપૂર માત્રામાં જોવા મળે છે જે રક્ત કોશિકાઓમાં હાજર નસોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. સ્વાસ્થ્યને લગતા કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી.)