Health Tips : દાંત માટે જરૂરી છે આ વિટામિન અને મિનરલ્સ, આ રીતે રાખો કાળજી

|

Aug 29, 2024 | 2:31 PM

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેના દાંત લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબુત બને. દાંત માત્ર જમવા માટે જરુરી નથી પરંતુ ચેહરાની સુંદરતા માટે પણ જરુરી છે, તો ચાલો જાણીએ દાંતને સ્વસ્થ રાખવા માટે ક્યાં ક્યા વિટામિન અને મિનરલની જરુર હોય છે.

1 / 5
દાંતને સ્વસ્થ અને મજબુત બનાવવા માટે કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન સી, ફાસ્ફોરસ, પોટેશિયમ, જરુરી છે.  આજકાલ ખરાબ ડાયટની અસર આપણા સ્વાસ્થ પર પડી રહી છે. જમવામાં પોષક તત્વોની ઉણપથી દાંત સાથે જોડાયેલી સમસ્યા વધી રહી છે. દાંતને સ્વસ્થ રાખવા માટે અનેક વિટામિન અને મિનરલ જરુરી છે. ખોરાકમાંથી આ પોષક તત્ત્વો ગાયબ થતાં જ દાંત તૂટવા, નુકશાન, પોલાણ અને બીજી ઘણી સમસ્યાઓ થવા લાગે છે.

2 / 5
ખાસ કરીને બાળકોના દાંતની સમસ્યા ખુબ વધી ગઈ છે. જેના માટે ડાયટનો ખ્યાલ રાખવો જરુરી છે. આજે અમે તમને દાંત માટે જરુરી વિટામિન અને મિનરલ્સ વિશે વાત કરીશું. જેને તમારે ડાયટમાં સામેલ કરવા જરુરી છે.દાંતને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ જરુરી છે. દરેક લોકો જાણે છે કે, હાંડકા અને દાંતને મજબુત બનાવવા માટે કેલ્શિયમ જરુરી છે. શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી હોવાને કારણે દાંતનું સ્તર નબળું પડવા લાગે છે અને દાંતમાં સડો થઈ શકે છે.

3 / 5
તમારા હેલ્થ સિવાય દાંતને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી જરુરી હોય છે. વિટામિન સી દાંતને મજબુત રાખવા માટે જરુરી છે. વિટામિન ડીથી દાંત મજબુત બને છે.જેથી તમારે કેલ્શિયમની સાથે સાથે વિટામિન ડીથી ભરપુર આહારનું પણ સેવન કરવું જરુરી છે. દરરોજ થોડા સમય માટે તડકામાં પણ જવું જરુરી છે.

4 / 5
 કેલ્શિયમ અને વિટામિન ડી સિવાય દાંત માટે ફોસ્ફોરસ પણ જરુરી મિનરલ છે. દાંતમાં મોટી માત્રામાં ફાસ્ફોરસ હોય છે. દાંતને મજબૂત કરવા માટે કેલ્શિયમને ફોસ્ફરસની જરૂર હોય છે. તેથી, બાળકોને ફોસ્ફરસયુક્ત પ્રોટીનયુક્ત ખોરાક ખવડાવો.

5 / 5
દાંતને મજબુત બનાવવા માટે પોટેશિયમ પણ જરુરી મિનરલ છે.પેઢાને સ્વસ્થ રાખવામાં અને દાંતને પેઢા સાથે યોગ્ય રીતે જોડાયેલા રાખવામાં મદદ કરે છે. જ્યારે દાંત તૂટી જાય છે અથવા દાંતમાં કોઈ ઈજા થાય છે, ત્યારે માત્ર પોટેશિયમ જ કામ કરે છે.

Next Photo Gallery