
લીવરમાં સોજો પાચન પ્રક્રિયાને અસર કરે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિને ભૂખ લાગતી નથી અને ખોરાક જોતાં જ ઉલટી થવા લાગે છે. ક્યારેક પેટ પણ ભારે લાગે છે.

લીવર ફૂલી જાય છે ત્યારે શરીરમાં બિલીરૂબિન નામનો પદાર્થ વધે છે, જેના કારણે આંખોનો સફેદ ભાગ અને ત્વચા પીળી દેખાય છે. આ કમળાની નિશાની હોઈ શકે છે.

લીવર શરીરના ઉપરના જમણા ભાગમાં સ્થિત છે. જ્યારે સોજો આવે છે, ત્યારે ત્યાં થોડો દુખાવો, ભારેપણું અથવા દબાણ અનુભવાય છે, ખાસ કરીને બેસતી વખતે કે ચાલતી વખતે. (નોંધ : અહીં અપવાં આવેલી માહિતી ફક્ત આપણી જાણકરી માટે છે.)