
જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો જમતા પહેલા એક ગ્લાસ પાણી પીવું એ યોગ્ય રીત છે. આમ કરવાથી તમે ન માત્ર પેટ ભરેલું અનુભવશો, પરંતુ તમે જમતી વખતે વધુ પડતું ખાવાથી પણ બચી શકશો. સામાન્ય રીતે જમવાના અડધા કલાક પહેલા અને પછી પાણી પીવું.

કસરત કરતા પહેલા અને પછી પાણી પીવું જોઈએ. જ્યારે તમે વર્કઆઉટ કરો છો, ત્યારે તમે પરસેવા દ્વારા ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી ગુમાવો છો. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે કસરત કરતા પહેલા પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. વર્કઆઉટ દરમિયાન અતિશય પ્રવાહીની ખોટ માત્ર શારીરિક કામગીરીને જ અસર કરતી નથી પરંતુ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને પણ ખલેલ પહોંચાડે છે.

પાણી પીવાની સાચી રીત : જો તમે ઉભા રહીને ઉતાવળમાં પાણી પીતા હોવ તો આમ ન કરો. વ્યક્તિએ હંમેશા આરામથી બેસીને પાણી પીવું જોઈએ. ઊભા રહીને પાણી પીવાથી કિડની અને ઘૂંટણ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઉભા રહીને અથવા ઉતાવળમાં પાણી પીવાથી કિડની તેને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી. આનાથી સોજો પણ આવી શકે છે.

વધુ સારું છે કે તમે સ્ક્વોટ સ્થિતિમાં બેસો અને પછી પાણી પીવો. આ સ્થિતિમાં કિડનીને આરામ મળે છે. આ રીતે બેસવાથી પેટના સ્નાયુઓ પણ આરામની સ્થિતિમાં રહે છે. પાણી ધીમે-ધીમે પીઓ અને માત્ર ચુસ્કીઓ જ પીવો. ઓછું પાણી પીવાથી કબજિયાત, પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ, વાળ ખરવા, ત્વચાની સમસ્યા, સંધિવા વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પીવાના પાણીના ફાયદા અંગે વાત કરવામાં આઆવે તો દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઈએ. આ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આખો દિવસ પાણી પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી. ડિહાઇડ્રેશન અટકાવે છે. જેઓ કબજિયાતની સમસ્યાથી પરેશાન છે તેમના માટે પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી ત્વચામાં ચમક આવે છે. ત્વચા હાઇડ્રેટેડ રહે છે. લવચીક અને નરમ રહે છે.

દિવસમાં કેટલું પાણી પીવું તેવો પ્રશ્ન દરેક લોકોના મનમાં થતાં હોય છે. તો જણાવી દઈએ કે, દરરોજ દરેક વ્યક્તિએ તેમની ઉંમર, શારીરિક પ્રવૃત્તિ, ઊંચાઈ અને લિંગ અનુસાર પાણીનું સેવન કરવું જોઈએ. સાચી માહિતી માટે તમે નિષ્ણાતનો અભિપ્રાય લઈ શકો છો. સામાન્ય રીતે નિષ્ણાતો પણ કહે છે કે આખા દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું જોઈએ.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવવા માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.