
તુલસીની ચા પીવો : તમે તુલસીના પાનમાંથી ચા બનાવીને રાત્રે સૂતા પહેલા પી શકો છો. આનાથી તમારા શરીરની સાથે-સાથે તમારા મનને પણ આરામ મળશે અને તમે સારી રીતે ઊંઘી શકશો. તુલસીની ચા બનાવવાની રીત ખૂબ જ સરળ છે. એક કપ પાણી લો. 8 થી 10 તુલસીના પાનને ધોઈ લો. તેના ટુકડા કરી લો અને આ પાણીમાં સારી રીતે ઉકળવા દો. જ્યારે રંગ બદલાવા લાગે અને પાણીમાંથી સુગંધ આવવા લાગે ત્યારે તેને ગાળીને પી લો.

આ બાબતો ધ્યાનમાં રાખો : સારી ઊંઘ માટે એ જરૂરી છે કે તમે સમયસર ભોજન લો એટલે કે સાતથી આઠની વચ્ચે રાત્રિભોજન કરવું બેસ્ટ છે. આ સિવાય વ્યક્તિએ ખોરાક ખાધા પછી 20 મિનિટ માટે ચોક્કસ વોક કરવું જોઈએ. સૂતા પહેલા ચા કે કોફી ન લો. સૂતા પહેલા તમારા પગને થોડાં સમય માટે હૂંફાળા પાણીમાં રાખો અને પછી પગના તળિયા પર માલિશ કરવાથી પણ સારી ઊંઘ આવે છે. કારણ કે ક્યારેક પગમાં દુખાવાના કારણે વ્યક્તિ વારંવાર જાગી જાય છે.