
સંતુલિત આહાર લો : આખા અનાજ, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક પાચનતંત્રને સુધારે છે. આ શરીરને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. આનાથી શરીરમાં વિટામિન અને મિનરલ્સની ઉણપ નહીં રહે.

દરરોજ કસરત કરો : સ્વસ્થ રહેવા અને શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવા માટે, નિયમિત કસરત કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. યોગાસન અને ચાલવાથી રક્ત પરિભ્રમણ સારું રહે છે.

સારી ઊંઘ લો : સારી ઊંઘ લેવાથી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ મળે છે. 7-8 કલાકની ઊંડી ઊંઘ શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. ઓછામાં ઓછો સ્ટ્રેસ લો.

પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડ ઓછી કરો : પ્રોસેસ્ડ ફૂડ અને વધુ ખાંડવાળી વસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તેનાથી લીવર પર વધુ દબાણ આવે છે. આ વસ્તુઓને બદલે કુદરતી વસ્તુઓ ખાઓ. તમારા આહારમાં બર્ગર, પિઝા અને ડીપ ફૂડનો સમાવેશ કરવાનું ટાળો.
Published On - 11:18 am, Wed, 8 January 25