
સ્કંદ પુરાણ અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં હરિદ્વારને માયાપૂરી અથવા માયાધામ તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. આ નામ અહીંની શક્તિપીઠ માયા દેવી મંદિર પરથી પડ્યું, જ્યાં દેવી સતીના હૃદય અને નાભિ ભાગ પડ્યા હતા, એવી માન્યતા છે. (Credits: - Wikipedia)

હરિદ્વારને હિમાલયના ચાર ધાર્મિક ધામો ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ સુધી પહોંચવાનો મુખ્ય પ્રવેશદ્વાર માનવામાં આવે છે. ઉત્તરાખંડના આ પવિત્ર યાત્રામાર્ગોની શરૂઆત હરિદ્વાર પરથી થતાં હોવાથી તેને ‘ચારધામ યાત્રાનો આરંભસ્થળ’ તરીકે વિશેષ ઓળખ મળી છે. (Credits: - Wikipedia)

હરિદ્વારનો ઉલ્લેખ ઋગ્વેદ, સ્કંદ પુરાણ, વામન પુરાણ વગેરેમાં મળે છે. ઋષિ કપિલ, ઋષિ અગસ્ત્ય અને ધ્રુવ રાજાએ અહીં તપશ્ચર્યાનું વર્ણન મળે છે. માન્યતા છે કે ભગવાન ભગીરથએ ગંગાને પૃથ્વી પર લાવવા માટે અહીં તપ કર્યું હતું અને આ સ્થાનથી ગંગાએ ભૂમિમાં પ્રવેશ કર્યો. ગંગા નદીનું પૃથ્વી પર આગમન મનુષ્ય માટે એક આશીર્વાદ માનવામાં આવે છે. હરિદ્વારથી ગંગા મોક્ષદાયિની નદી તરીકે લોકજીવનમાં પ્રવેશ કરે છે.દર વર્ષે ગંગાદશરા ઉત્સવ અહીં ખુબ ભવ્યતાથી ઉજવાય છે. (Credits: - Wikipedia)

હરિદ્વાર ચાર કુંભસ્થાનોમાંનું એક છે. 12 વર્ષે એકવાર યોજાતા કુંભ મેળામાં લાખો-કરોડો યાત્રાળુઓ અહીં ગંગાસ્નાન કરે છે. કુંભ મેળાની પરંપરા પ્રાચીન કથાઓ પ્રમાણે દેવ-અસૂર સમુદ્રમંથન સાથે જોડાયેલી છે. (Credits: - Wikipedia)

મુગલકાળમાં હરિદ્વારને યાત્રાધામ તરીકે સુવર્ણ યુગ મળ્યો. અકબર અને શાહજહાંએ યાત્રાળુઓની સુવિધા માટે માર્ગો બનાવ્યા. અને બ્રિટિશકાળમાં ગંગા કેનાલનું નિર્માણ (1840–1854) હરિદ્વારના વિકાસમાં મહત્વપૂર્ણ હતું. બ્રિટિશ સરકારે અહીં સ્નાનકુંડ અને પુલો બનાવ્યા. (Credits: - Wikipedia)

હરિદ્વાર શરીર, મન અને ભાવનાથી થાકેલા લોકોનું નિવાસસ્થાન રહ્યું છે. તે વિવિધ કળાઓ, વિજ્ઞાન અને સંસ્કૃતિ શીખવા માટે આકર્ષણનું કેન્દ્ર પણ રહ્યું છે. આ શહેર લાંબા સમયથી આયુર્વેદિક દવાઓ અને હર્બલ ઉપચારોના એક મહાન સ્ત્રોત તરીકે સ્થાન ધરાવે છે ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)