
સચિન તેંડુલકર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની સાથે બિઝનેસ સેક્ટરમાં પણ ફેમસ છે અને તેનો કપડાનો બિઝનેસ ફેમસ છે. રિપોર્ટ અનુસાર, તેની બ્રાન્ડ ટ્રુ બ્લુ અરવિંદ ફેશન બ્રાન્ડ્સ લિમિટેડનું સંયુક્ત સાહસ છે. તેને 2016માં લોન્ચ કરવામાં આવી હતી. 2019માં ટ્રુ બ્લુ બ્રાન્ડ અમેરિકા અને ઈંગ્લેન્ડમાં લોન્ચ કરવામાં આવી હતી. આ સિવાય સચિન તેંડુલકર રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ સક્રિય છે. મુંબઈ અને બેંગલુરુમાં સચિન એન્ડ તેંડુલકર્સના નામે રેસ્ટોરાં છે.

સચિન તેંડુલકરની વૈભવી જીવનશૈલીનો અંદાજ તેના આલીશાન ઘરો જોઈને પણ લગાવી શકાય છે. તેમનો મુંબઈના પોશ બાંદ્રા વિસ્તારમાં એક આલીશાન બંગલો છે, જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે, તેણે આ ઘર વર્ષ 2007માં અંદાજે 40 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ કેરળમાં પણ તેમનો કરોડોની કિંમતનો બંગલો છે. તેની પાસે કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા, મુંબઈમાં લક્ઝરી ફ્લેટ પણ છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે તેનું લંડન, બ્રિટનમાં પોતાનું ઘર પણ છે.

સચિન તેંડુલકરને પણ કારનો ઘણો શોખ છે. તેના કાર કલેક્શનમાં ઘણી શાનદાર કારો છે. રિપોર્ટ અનુસાર, તેના કલેક્શનમાં ઘણી મોંઘી અને લક્ઝરી કારનો સમાવેશ થાય છે. તેમાં Ferrari 360 Moden, BMW i8, BMW 7 સિરીઝ, 750Li M Sport, Nissan GT-R, Audi Q7, BMW M6 Gran Coupe અને BMW M5 30 Jahre નો સમાવેશ થાય છે.