
કોળાના બીજ : કોળાના બીજમાં ઓમેગા ફેટી એસિડ જોવા મળે છે. તેના બીજમાં નોંધપાત્ર માત્રામાં ઝિંક હોય છે. આને ખાવાથી વાળ ખરવાની સમસ્યા કંટ્રોલમાં રહે છે. નિષ્ણાતો પણ આહારમાં કોળાના બીજનો સમાવેશ કરવાની ભલામણ કરે છે.

બદામ : બદામ ખૂબ જ ફાયદાકારક ડ્રાયફ્રુટ છે. તેમાં વિટામીન E ભરપૂર માત્રામાં જોવા મળે છે. બદામ વિટામીન E નો સારો સ્ત્રોત છે અને તેનું સેવન કરવાથી વાળનો વિકાસ ઝડપી બને છે. જો તમે તમારા વાળને ચમકદાર બનાવવા માંગો છો તો કોળાના બીજ ખાવાનું શરૂ કરો. આ સિવાય દૂધ, દહીં અને ચીઝ જેવા ડેરી ઉત્પાદનોને તમારા આહારમાં સામેલ કરો. આમાં વિટામીન B ભરપૂર માત્રામાં જોવા મળે છે.