
વારંવાર ચેપ લાગવાથી સર્વિક્સમાં ચેપનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.પેડ કે ટેમ્પોન બદલતી વખતે દર વખતે તમારા હાથને સારી રીતે ધોઈ લો. ચેપ ટાળવાનો આ સૌથી સહેલો રસ્તો છે અને સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે.

પીરિયડ્સ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો, સેનિટરી પેડ સ્વચ્છ હોવું જોઈએ. પેડ 4-6 કલાકમાં બદલવું જોઈએ, પીરિયડ્સ દરમિયાન જો વધારે દુખાવો થાય છે તો ડોક્ટરની સલાહ જરુર લેવી.

હંમેશા સ્વચ્છ અને સૂકા અન્ડરવેર પહેરો. ભીના કે ગંદા અન્ડરવેર બેક્ટેરિયાને વધારે છે, જે ચેપ તરફ દોરી શકે છે. જો તમને પીરિયડ્સ દરમિયાન અતિશય દુખાવો, અતિશય રક્તસ્ત્રાવ અથવા કોઈપણ પ્રકારની સમસ્યા હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

ડોક્ટરના મતે માતાઓએ તેમની દીકરીઓ સાથે તેમના પહેલા પીરિયડ્સ વિશે ખુલીને વાત કરવી જોઈએ. તેમને આ સમયગાળા દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન કેવી રીતે રાખવું તે જણાવવું જોઈએ અને તેમની દીકરીઓને પીરિયડ્સ સંબંધિત ગેરમાન્યતાઓ વિશે પણ જણાવવું જોઈએ. આનાથી ભવિષ્યમાં ઘણી ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)