
ઓસ્ટીયોપોરોસિસ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 'વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ' ઉજવવામાં આવે છે.20 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસની ઉજવણી કરવામાં આવે છે

ઓસ્ટીયોપોરોસિસ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. પ્રાથમિક, સેકન્ડરી, ઓસ્ટિઓજેનેસિસ ઈમ્પરફેક્ટ અને એડિયોપેથિક ઓસ્ટિઓપોરોસિસ પ્રાઈમરી ઓસ્ટીયોપોરોસિસએ સૌથી સામાન્ય પ્રકાર છે, જેનો સાામાન્ય રીતે કુપોષણ અને ઉંમર સાથે સંબંધિત છે. વજન વધવો,પીરિયડ બંધ થવા અને કુપોષણનો શિકાર બનવાના કારણે મહિલાઓ પુરુષો કરતાં આનો ભોગ બનવાની શક્યતા સાત ગણી વધારે હોય છે.

ઘણી વખત એવું બને છે કે ઘરની કોઈ મહિલા બાથરૂમમાં લપસી જાય છે અને તેને મોટું ફ્રેક્ચર થાય છે. પરિવારના સભ્યો સમજી શકતા નથી કે આટલી નાની ઈજાથી ફ્રેક્ચર કેવી રીતે થઈ શકે છે. આ પાછળનું કારણ બોન ડેન્સિટી ઓછી હોવી. મેનોપોઝ પછી, સ્ત્રીઓના હાડકાં વધુ ઝડપથી નબળા પડે છે અને પુરુષો કરતાં નાની ઉંમરે તેમને ઓસ્ટીયોપોરોસિસ થાય છે.

મેનોપોઝ બાદ જો મહિલાઓને ખુબ થાક લાગે છે. તેમજ સાંધાના દુખાવો થાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસના લક્ષણો છે. મહિલાઓએ આ વાતથી જાગ્રૃત રહેવું જોઈએ,

મોટાભાગની ભારતીય મહિલાઓની સૌથી મોટી ખામી એ છે કે તેઓ કસરત કરતી નથી. તેઓ વિચારે છે કે ઘરકામ કરવાથી તેમની કસરત થઈ જાય છે, પરંતુ એવું નથી. મહિલાઓએ ફિટ અને સ્વસ્થ રહેવા અને હાડકાં મજબૂત બનાવવા માટે નિયમિત કસરત પણ કરવી જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)