
તેને ઇન્ટરટ્રિગો પણ કહેવામાં આવે છે. આ સ્થિતિ ખૂબ જ અસ્વસ્થતા અને પીડાદાયક બની શકે છે.

જો નિપલની સાફ -સફાઇ યોગ્ય રીતે ન કરવામાં આવે તો. આનાથી ઈન્ફેકશન થઈ શકે છે.તેમજ આનાથી નિપલમાં દુખાવો , સોજો અને ડિસ્ચાર્જ પણ થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને સ્તનપાન કરાવનાર માતાઓ માટે પરેશાનીવાળી બની શકે છે.

બ્રેસ્ટ કેન્સરનો સીધો સંબંધ હાઈજીન સાથે નથી પરંતુ બ્રેસ્ટની યોગ્ય દેખભાળ અને નિયમિત તપાસથી શરુઆતના લક્ષણો ઓળખવામાં મદદ મળી શકે છે.સાફ સફાઈ અને યોગ્ય કાળજી સાથે, તમે કોઈપણ રોગને વહેલા ઓળખી શકો છો અને સમયસર સારવાર મેળવી શકો છો.

યોગ્ય સાઈઝની બ્રા પહેરો. ખૂબ ટાઈટ અથવા ખૂબ ઢીલી બ્રા પહેરવાનું ટાળો. કોટન બ્રા પહેરો, જો કોઈ સ્ત્રી બાળકને સ્તનપાન કરાવતી હોય, તો સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)