
Bulky Uterus હંમેશા ગંભીર હોતું નથી, પરંતુ તે શરીરમાં કેટલાક અસામાન્ય ફેરફારો થઈ રહ્યા હોવાનો સંકેત હોઈ શકે છે. ખાસ કરીને જો તે ફાઇબ્રોઇડ્સ, એન્ડોમેટ્રિઓસિસ અથવા એડેનોમાયોસિસને કારણે હોય, તો તે પીડા, વંધ્યત્વ અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તેને સમયસર ઓળખવામાં ન આવે તો, આ સમસ્યા વધી શકે છે.

Bulky Uterus થવાના કારણોની જો આપણે વાત કરીએ તો આ ગર્ભાશયની દીવાલમાં થનારી નોન-કેન્સર ગાંઠ હોય છે. જે ગર્ભાશયના આકારને વધારે છે. આ સ્થિતિમાં ગર્ભાશયના આંતરિક સ્તરના કોષો બહાર વધવા લાગે છે, જેના કારણે સોજો અને ભારેપણું આવે છે.

એડિનોમાયોસિસની સમસ્યામાં ગર્ભાશય ભારે થઈ જાય છે.કેટલીક સ્ત્રીઓમાં,ડિલિવરી પછી ગર્ભાશય સંપૂર્ણપણે તેના સામાન્ય કદમાં પાછું આવતું નથી, જેના કારણે તે ભારે રહી શકે છે.એસ્ટ્રોજન હૉર્મોન અસંતુલનથી પણ ગર્ભાશયને પ્રભાવિત કરી શકે છે.

Bulky Uterus એટલે ગર્ભાશય ભારે થવું એ એક સામાન્ય પણ અવગણવામાં આવતી સમસ્યા છે. ક્યારેક તે સામાન્ય હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે, પરંતુ તે ફાઇબ્રોઇડ્સ અથવા એન્ડોમેટ્રિઓસિસ જેવા ગંભીર કારણોને કારણે પણ થઈ શકે છે. તેથ સ્ત્રીઓએ તેમના શરીરના સંકેતોને સમજવું, નિયમિત તપાસ કરાવવી અને ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)