
IVF પ્રકિયામાં ભ્રુણને મહિલાના ગર્ભાશયમાં ટ્રાન્સફર કર્યા બાદ આગામી પગલું હોય છે પ્રેગ્નન્સી કન્ફોર્મ કરવી. સામાન્ય રીતે ટ્રાન્સફરના 10 થી 14 દિવસ બાદ બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. જેનાથી જાણ થઈ શકે કે, ભ્રુણ ગર્ભાશયની દીવાલ સાથે ચિપક્યું કે નહી અને પ્રેગ્નન્સી શરુ થઈ કે નહી.

જો ટેસ્ટ પોઝિટિવ આવે છે તો મહિલાની નિયમિત સોનોગ્રાફી અને ડોક્ટરની તપાસ શરુ થાય છે. જેનાથી એ નક્કી કરી શકાય કે, બાળક યોગ્ય રીતે ગ્રો કરી રહ્યું છે કે નહી. શરુઆતના અઠવાડિયામાં હોર્મોનલ સપોર્ટની દવાઓ આપવામાં આવે છે. જેનાથી પ્રેગ્નન્સી મજબુત રહે. જો બધું યોગ્ય રીતે થાય તો પ્રેગ્નન્સી સામાન્ય રીતે આગળ વધે છે. જેમ કે, કોઈ નેચરલ પ્રેગ્નન્સીમાં થાય છે.

જો તમે અથવા તમારા પરિચિત કોઈપણ સ્ત્રી સમય પહેલા મેનોપોઝ જેવી સમસ્યાથી પીડાઈ રહી છે, તો ગભરાશો નહીં. તબીબી વિજ્ઞાન આજે એટલું આગળ વધી ગયું છે કે ઘણા બધા વિકલ્પો ખુલ્લા છે.કોઈ યોગ્ય ગાયનેકોલોજીસ્ટની સલાહ લો અને તમારી આશાઓને જીવંત રાખો. દરેક મહિલાને માતૃત્વનો અધિકાર છે અને આ સ્વપ્ન હવે અધૂરું ન રહેવું જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)