
પ્રેગ્નન્સીના છેલ્લા 3 મહિના બાદ, પ્લેસેન્ટા સંપૂર્ણપણે ગર્ભાશયના ઉપરના ભાગમાં હોવી જોઈએ, જેથી ડિલિવરી સમયે, ગર્ભાશયનું મુખ ખુલ્લું રહે અને ડિલિવરીમાં કોઈ સમસ્યા ન આવે. પરંતુ, જ્યારે આવું થતું નથી, ત્યારે તે પ્લેસેન્ટા પ્રિવિયા સંબંધિત સમસ્યા બની જાય છે

આ પ્રકારની સમસ્યા અંતમાં દેખાવા લાગે છે, જે અલ્ટ્રાસાઉન્ડ દ્વારા શોધી શકાય છે. તમને જણાવી દઈએ કે જો પ્લેસેન્ટા સર્વિક્સને સંપૂર્ણપણે ઢાંકી દે છે, તો તેને પ્લેસેન્ટા પ્રિવિયાની સમસ્યા કહેવામાં આવે છે.

માર્જિનલ પ્લેસેન્ટા પ્રિવિયા જ્યારે પ્લેસેન્ટા ગર્ભાશયના મુખ પાસે સ્થિત હોય છે, ત્યારે તેને માર્જિનલ પ્લેસેન્ટા પ્રિવિયા કહેવામાં આવે છે. આ સ્થિતિમાં પ્લેસેન્ટા ગર્ભાશયના મુખને ઢાંકતું નથી, જેના કારણે સામાન્ય ડિલિવરી થવાની શક્યતા રહે છે.

પાર્શિયલ પ્લેસેન્ટા પ્રિવિયા: આપણે તેને આંશિક પ્લેસેન્ટા પ્રિવિયા તરીકે પણ જાણીએ છીએ. આ સ્થિતિમાં, પ્લેસેન્ટા સર્વાઇકલ ઓપનિંગને ઢાંકી દે છે. આનો અર્થ એ છે કે સર્વિક્સ સંપૂર્ણપણે ઢંકાયેલું નથી. પરંતુ, આ સ્થિતિ ડિલિવરીમાં અવરોધ લાવી શકે છે.

ક્મ્પલીટ પ્લેસેન્ટા પ્રિવિયા: આનો અર્થ એ છે કે, સર્વાઇકલ ઓપનિંગનું સંપૂર્ણ બંધ થવું. આ સ્થિતિ ખતરનાક બની શકે છે. સ્ત્રીને ડિલિવરી દરમિયાન, પહેલાં અથવા પછી ભારે રક્તસ્ત્રાવનો અનુભવ થઈ શકે છે. તેથી, તેના વિશે બેદરકાર રહેવું યોગ્ય નથી.

આમ તો પ્લેસેન્ટા પ્રિવિયાની સમસ્યા કોઈને પણ થઈ શકે છે પરંતુ કેટલીક મહિલાઓને આનું જોખમ વધારે રહેલું હોય છે. જો કોઈ મહિલાના યુટ્રસની શેપ યોગ્ય નથી કે પહેલા પ્રેગ્નન્સી થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં પ્લેસેન્ટા પ્રીવિયા થઈ શકે છે. કોઈ મહિલાને ટ્વિન્સ કે ટ્રિપલ્ટસ બાળકો થયા તો પણ આ પરેશાની થઈ શકે છે.આ સિવાય જો કોઈ મહિલાના પરિવારમાં આની મેડિકલ હિસ્ટ્રી છે. તો પણ આ સમસ્યા થવાનું જોખમ રહે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)