
પહેલા તમને જણાવી દઈએ કે, વજાઈના ગેસ શું છે. વજાઈના ગેસ ત્યારે થાય છે. જ્યારે હવા ફસાય જાય છે અને ધીમે ધીમે વજાઈનાંથી બહાર નીકળે છે. આ હવા જ્યારે અચાનક નીકળે છે.ત્યારે અવાજ આવે છે.વજાઈનલ ગેસ થવાના કારણની વાત કરીએ તો.જ્યારે વજાઈના ગેસના કેટલાક પ્રાકૃતિક કારણો પણ છે. શારીરિક સંબંધ યોનિમાર્ગ ગેસનું એક સામાન્ય કારણ છે.

યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવતા પ્રોડક્ટ, જેમ કે ટેમ્પોન અને મેસ્ટુઅલ કપના કારણે શરીરમાં હવા ફસાઈ શકે છે. જ્યારે આ પ્રોડક્ટ દુર કરવામાં આવે છે. કે પછી ફિઝિકલી એક્ટિવીટી કે સ્ટ્રેચિંગ દરમિયાન હવા બહાર નીકળે છે.

ઘણા કિસ્સાઓમાં, વજાઈનલ ગેસને રોકવાનો કોઈ વાસ્તવિક રસ્તો નથી, પરંતુ તેની કોઈ જરૂર નથી. સામાન્ય રીતે યોનિમાર્ગ ગેસનું એકમાત્ર લક્ષણ યોનિમાર્ગમાંથી ફસાયેલી હવા બહાર નીકળવાનો અવાજ અને સંવેદના છે, જે સામાન્ય રીતે પીડારહિત હોય છે.

ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે આવું ક્યારેક ક્યારેક થાય છે, પરંતુ જો તે વારંવાર થાય છે તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
Published On - 7:35 am, Mon, 30 June 25