
અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવા માટે મહિલાઓ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરે છે. આ ગોળીઓ લેવાથી અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવામાં મદદ મળે છે. પરંતુ શું તમે જાણો છો, ગર્ભનિરોધક ગોળીઓનું સેવન શરીર માટે પણ હાનિકારક છે.

ગર્ભનિરોધક ગોળીઓ ભલે ગર્ભધારણથી બચવા માટે એક સામાન્ય અને અસરકારક રીત હોવા છતાં, ડૉક્ટરની સલાહ વગર તેનું સેવન શરીર માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. ચાલો આ લેખમાં આપણે ગર્ભનિરોધક ગોળીઓ લેવાના ગેરફાયદા વિશે વિગતવાર જાણીએ.

ગર્ભનિરોધક ગોળીઓનું સેવન 72 કલાકની અંદર કરવાનું હોય છે. ગર્ભનિરોધક ગોળીઓ શરીરમાં હોર્મોનના લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આનું સેવન કરવાથી અનિચ્છનીય ગર્ભથી બચી શકાય છે પરંતુ આ ગોળીઓનું વધારે સેવન અને ડોક્ટરની સલાહ વગર સેવન કરવું શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

કેટલીક ગર્ભનિરોધક ગોળીઓ મહિલાઓના શારીરિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે અને હૃદયરોગના હુમલા અને હૃદયની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની વધુ માત્રા ધરાવતા ગર્ભનિરોધકનું સેવન હૃદય રોગનું જોખમ વધારે છે.

ગર્ભનિરોધકની ગોળીઓ મહિલાઓના હોર્મોનને પ્રભાવિત કરી શકે છે. જેનાથી હોર્મોનલ અસંતુલન થઈ શકે છે, જેનાથી વાળ ખરવા, મુડ સ્વિંગ્સ અને અન્ય હોર્મોન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

ગર્ભનિરોધક ગોળીઓના વધુ પડતા સેવનને કારણે કેટલીક સ્ત્રીઓ ગર્ભાશયના ચેપથી પીડાઈ શકે છે. આના કારણે, ગર્ભાશયમાં બેક્ટેરિયલ ચેપનું જોખમ વધે છે, જે ચેપનું કારણ બની શકે છે.કેટલીક ગર્ભનિરોધકની ગોળીઓ શરીરમાં પાણીની ઉણપ કરી શકે છે.જેનાથી ચક્કર આવા, થાક લાગવો જેવી સમસ્યાઓ થાય છે.

કોઈપણ પ્રકારની ગર્ભનિરોધક ગોળી લેતા પહેલા, તમારે ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ. ગર્ભનિરોધક ગોળીઓ લેતી વખતે, કેટલીક આડઅસરો ધ્યાનમાં રાખો. કોઈપણ ગર્ભનિરોધક ગોળીનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ કરતા પહેલા, ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

આ ઉપરાંત, ગર્ભનિરોધક ગોળીઓ લેતી વખતે નિયમિત તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. એ ખાતરી કરવામાં મદદ કરે છે કે તમારા શરીરમાં કોઈ સમસ્યા નથી અને ગોળી યોગ્ય રીતે કામ કરી રહી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)