
પીએમએસના લક્ષણોની જો આપણે વાત કરીએ તો ભૂખમાં વધારો,માથાનો દુખાવો,સાંધાનો દુખાવો,પગ અને હાથમાં સોજો,પિમ્પલ્સ,ઝડપી વજનમાં વધારો,ઝાડા અથવા કબજિયાત,પેટ ફૂલવું જેવા લક્ષણો જોવા મળે છે.

આ વિશે ડોક્ટરનું કહેવું છે કે,જ્યારે મહિલાઓના શરીરમાં હોર્મોનમાં બદલાવ થાય ત્યારે પ્રીમેસ્ટુઅલ સ્ટ્રેસમાં થાય છે. જેનાથી શરીરમાં દુખાવો થાય છે. ખાસ કરીને બ્રેસ્ટ કે પછી પેટમાં,કેટલીક મહિલાઓના મૂડ અચાનક સ્વિંગ થઈ જાય છે.નાની નાની વાતોમાં રડવા લાગે છે.

હવે જાણો કઈ ઉંમરની મહિલાઓને પીએમએસની સમસ્યા થાય છે. આ મહિલાઓ કે છોકરીઓ કોઈને પણ થઈ શકે છે પરંતુ મહિલાઓને આનો ખતરો વધુ રહે છે.જેના બાળકો હોય.પરિવારના કોઈ સભ્ય ડિપ્રેશનમાં છે.તો પીએમએસની સમસ્યા થાય છે.

પીએમએસ થવાના કારણની આપણે વાત કરીએ તો. પીએમએસ થવો એક સામાન્ય વાત છે. હજુ સુધી ડોક્ટરને આનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પીરિયડ્સ સમયે શરીરમાં બદલાવનું કારણ પીસીએસ હોય છે.

પીએમએસથી બચવાના ઘણા રસ્તાઓ છે. જો તમે તેનાથી કાયમ માટે છુટકારો મેળવવા માંગતા હો, તો દરરોજ અંદાજે 30 મિનિટ કસરત કરો, હેલ્ધી ફુડ તેમજ ફ્રુટ્સનું સેવન કરો,લીલા શાકભાજી ખાઓ.કેલ્શિયમ વાળા ફુડ જેમ કે ડેરી પ્રોડક્ટનું વધારે સેવન કરો.સ્મોકિંગથી દુર રહો.નિયમિત સુવાની ટેવ પાડો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)