
લોકોને લાગે છે કે,માત્ર એડ્સની બિમારી જ અસુરક્ષિત જાતીય સંબંધો દ્વારા જ ફેલાય છે પરંતુ શું તમે જાણો છો કે, આના સિવાય પણ કેટલાક એવા રોગ છે, જે એસડીટીના ગ્રુપમાં આવે છે. આ રોગો પણ જાતીય રીતે ફેલાતા રોગો છે.

ચાલો તમને આ રોગોના નામ અને શરીરમાં તે થવા પર કયા લક્ષણો દેખાય છે તેના વિશે જણાવીએ. યૂરોલૉજિસ્ટ ડોક્ટરનું કહેવું છે કે, એસટીડીના ગ્રુપમાં ક્લેમીડિયાના રોગ પણ આવે છે. જો કોઈ વ્યક્તિને યૂરિન પાસ કરવામાં મુશ્કેલી થાય છે. તેમજ બ્લીડિંગ થાય તો આ બિમારીના લક્ષણો છે. યૂરિનની બિમારીને માત્ર કિડની સંબંધિત બિમારી માની શકાય નહી.

જો પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાંથી પીળા રંગનું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તો,આ એસડીટીના લક્ષણો હોય શકે છે. આ સંકેત દર્દીને ગોનોરિયા રોગ થયો છે, જે એક બેક્ટેરિયલ ચેપ છે. આ રોગ જાતીય સંબંધો દરમિયાન થાય છે. જો કોઈ વ્યક્તિ અલગ અલગ લોકો સાથે જાતીય સંબંધો બાંધે છે, તો તેને STD ચેપનું જોખમ ખૂબ વધી જાય છે.

પ્રાઈવેટ પાર્ટની આજુબાજુ મોટા ફોલ્લા, અથવા મોટા પાણીના ફોલ્લા બની રહ્યા હોય, તો આ હર્પીસનું લક્ષણ છે. આ રોગ સિમ્ફિલેક્સ વાયરસથી થાય છે. જે એક STD રોગ છે.હેપેટાઇટિસનો ચેપ સામાન્ય રીતે HBP વાયરસના ચેપને કારણે થાય છે.

ડોક્ટરોનું કહેવું છે કે, જો કોઈ પણ વ્યક્તિને આ લક્ષણો દેખાય તો તેણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. રોગની સમયસર ઓળખ કરીને SDT ને નિયંત્રિત કરી શકાય છે. તેમની સારવાર દવાઓ દ્વારા કરવામાં આવે છે. દર્દી પણ સામાન્ય જીવન જીવી શકે છે, પરંતુ આ માટે રોગોના લક્ષણો વિશે યોગ્ય જ્ઞાન હોવું જરૂરી છે

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)