
આ ઉપરાંત, જે મહિલાઓ પ્રેગ્નેન્સીના તબક્કામાં હોય છે તેઓએ ખાસ કરીને UTI ના લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ.

મહિલાઓમાં યુટીઆઈ થવાની વાત કરીએ તો પીરિયડ દરમિયાન પૈડ, ટેમ્પોનને સમય પર બદલતા રહેવું જોઈએ. તેમજ વધારે ફીટ અંડરવિયર ન પહેરવા તેમજ પર્સનલ હાઈજિનનું પણ ધ્યાન રાખવું, લાંબા સમય સુધી ટોયલેટ ન જવું, ઓછું પાણી પીવું આનું કારણ છે.

યૂરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન થવા પર પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. પ્રાઈવેટ એરિયામાં ઈચિંગ, વારંવાર ટોયલેટ જવું, ટોયલેટ જતી વખતે દુખાવો અને બળતરા થવી, યૂરિનમાં દુર્ગંધ આવવી, થાક, ઉબકા, કમરના નીચેના ભાગમાં દુખાવો જેવા લક્ષણો દેખાય છે.

જો તમારે યૂરિન ઈન્ફેકશનથી બચવા માટે દરરોજ ભરપુર માત્રામાં પાણી પીવાની સાથે ડેલી રુટિનમાં પર્સનલ હાઈજિનનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ પીરિયડ દરમિયાન 5-6 કલાકમાં પેડ બદલતા રહેવા,

યૂરિન ઈન્ફેક્શનના લક્ષણો દેખાય તો સફરજન સિરક, ક્રેનબેરીનો રસ, નારિયેળ પાણી, કોથમીળનું પાણી વગેરેનો સમાવેશ કરો.આ સિવાય દરરોજ દહીં ખાવું પણ ફાયદાકારક છે. તેમજ ચા-કોફી, ખાટ્ટા ફળો,તળેલી વસ્તુઓ, મસાલેદાર ફ્રુડસ, સોડા કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓનું સેવન કરવું નહી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)