
પીરિયડ્સ દરમિયાન મોટાભાગની મહિલાઓને પીએમએસનો અનુભવ થાય છે. જેમાંથી 20 ટકા મહિલાઓમાં ગંભીર લક્ષણો જોવા મળે છે.gynecologistના જણાવ્યા અનુસાર પીરિયડ્સ દરમિયાન હોર્મોનમાં ફેરફારના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે.ઓવ્યુલેશન પછી શરીરમાં પ્રોજેસ્ટેરોનનું સ્તર વધવા લાગે છે.આ સિવાય શરીરમાં સેરોટોનિન હોર્મોનના સ્તરમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે. જેની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થય પર પણ પડે છે. જેનાથી મૂડ સ્વિંગનો સામનો કરવો પડે છે. આ દરમિયાન પુરતી ઊંઘ લો.

આ દરમિયાન શરીરને હાઈડ્રેડ રાખો. એક્ટિવિટી કરો દિવસભર ભરપુર માત્રામાં પાણી પીઓ. પાણી પીવાથી શરીરમાં એનર્જીનું સ્તર બન્યું રહે છે. જલ્દી થાક પણ લાગતો નતી.ડોક્ટરના જણાવ્યા અનુસાર નારિયળ પાણી પીવાથી પણ ફાયદો થાય છે.

શરીરને માનસિક અને શારીરિક રીતે રિલેક્સ રાખવા માટે તમારા દિનચર્યામાં ઊંડા શ્વાસ, ધ્યાન અને રિલેક્સેશન થેરાપીનો સમાવેશ કરો. વિટામિન, મિનરલ અને ફાઈબર તેમજ આમેગા 3 ફેટી એસિડની માત્રા પણ વધારો. કાજુ,બદામ, અખરોટ, અળસીના બી, ચિયા સીડ્સ, પીસ્તા અને મગફળીનું પણ સેવન કરો.તાકત વધારવા માટે ખોરાકમાં કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારવું જરૂરી છે. આ માટે, આહારમાં ફેરફાર કરવા ઉપરાંત, કેટલાક ખાસ સ્પલીમેન્ટસને પમ સામેલ કરો. આનાથી પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમનું જોખમ ઓછું થાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)