
થાઈરોડની સમસ્યા વધવા પાછળ અનેક કારણો હોય શકે છે. એક્સપર્ટની વાત માનીએ તો આની ટ્રીટમેન્ટ સરળ નથી.મહિલાઓમાં થાઈરોડના કેસ વધારે જોવા મળે છે. તો ચાલો આજે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે,આની પાછળ કારણ શું છે, તેમજ આનાથી બચવા માટે શું કરવું જોઈએ.

મહિલાઓમાં થાઈરોડના કેસ વધુ હોવાના કારણ વિશે ડોક્ટર ચંચલ શર્માનું કહેવું છે કે, મહિલાઓમાં એસ્ટ્રોજન નામનું હોર્મોન પુરુષોની તુલનામાં વધારે હોય છે, જે શરીરમાં પ્રોજેસ્ટેરોન નામનું હોર્મોન પણ હોય છે (પ્રજનન માટે જરૂરી). જો આ બે હોર્મોન્સ અસંતુલિત થઈ જાય અથવા વધઘટ થાય, તો થાઇરોઇડ ફંક્શન પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. જેના કારણે થાઇરોઇડની સમસ્યા થાય છે.

પ્રેગ્નેન્સીમાં મહિલાઓના શરીરમાં અનેક હોર્મોનલ ફેરફાર થાય છે. જેની અસર થાઈરોડ ફંક્શન પર પણ પડે છે. આ કારણે અનેક મહિલાઓમાં પ્રેગ્નેન્સી દરમિયાન થાઈરોડની સમસ્યા જોવા મળે છે.

જો તમને થાઈરોડની માત્રા વધી જાય તો. ચા,કોફી જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહી. આ સિવાય શુગરવાળી વસ્તુઓથી દુર રહેવું જોઈએ. શુગર વધારે લેવાથી હોર્મોનમાં ઉતાર-ચઢાવ થઈ શકે છે.

ડેરી પ્રોડક્ટ, જેમ કે પનીર, દુધને ડાયટમાં ઓછું કરવું જોઈએ.આબધા ફુડ્સ તમારી બોડીમાં થાઈરોડના લેવલને વધારી શકે છે. આ ફ્રુડને એકદમ બંધ ન કરો ડોક્ટરની સલાહ મુજબ ઓછી માત્રામાં સેવન કરો.

થાઈરોડથી તમારા વજન પર અસર જોવા મળી શકે છે. જેના માટે ફુડ પર ધ્યાન આપવાની સાથે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો, કસરત અને યોગ પણ કરવાનું રાખો. આનાથી તમે હોર્મોનલ અસંતુલનને કારણે થતી અન્ય સમસ્યાઓથી પણ બચી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)