કસુવાવડ મહિલાઓને માત્ર માનસિક રુપથી નહી પરંતુ શારીરિક રુપથી પણ કમજોર બનાવી દે છે.
કસુવાવડ બાદ મહિલાઓમાં ખુબ કમજોરી અને થાક જોવા મળે છે. આ દરમિયાન જો મહિલાઓને યોગ્ય માત્રામાં આરામ ન મળ્યો કે યોગ્ય ધ્યાન રાખવામાં ન આવ્યું તો. ભવિષ્યમાં તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કેટલીક મહિલાઓને કસુવાવડ બાદ પીરિયડ સાથે જોડાયેલી સમસ્યા રહે છે. કેટલીક મહિલાઓને આ સમય દરમિયાન પીરિયડ ક્રૈમ્પ્સ થાય છે. તો કેટલીક મહિલાઓને ભારે બ્લીડિંગ થાય છે. કેટલીક મહિલાઓને અનિયમિત પીરિયડસ આવવા લાગે છે.
આ દરમિયાન અનિયમિત પીરિયડ્સ થવાનું કારણ શું છે. તો ચાલો આપણે સ્ત્રી રોગ નિષ્ણાંત પાસેથી વિશેષ માહિતી જાણીએ. એક વાત ધ્યાનમાં રાખો કે, કસુવાવડ બાદ મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર થાય છે.
જેમાં ખાસ કરીને હોર્મોનલ ફેરફારોનો સમાવેશ થાય છે. કસુવાવડ ને કારણે સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર અચાનક ઘટી જાય છે. આ કારણોસર, તેઓ કસુવાવડ પછી થોડો સમય અનિયમિત પીરિયડ્સથી પીડાય છે.
દરેક મહિલાઓનું બોડી અલગ હોય છે. કેટલીક કસુવાવડ બાદ જલ્દી રિકવર થઈ જાય છે. તો કેટલીક મહિલાઓને થોડો સમય વધારે લાગે છે. તેમાં પણ કેટલીક એવી પણ મહિલાઓ હોય છે. જેને આ સમસ્યાથી સંક્રમણ થઈ જાય છે. સંક્રમણ થવાના કારણે મહિલાઓને અનિયમિત પીરિયડ્સ આવી શકે છે. જો તમને પણ અનિયમિત પીરિયડ સાથે તાવ આવે છે, તો તરત જ ડોક્ટરની મુલાકાત લો.
જે મહિલાઓને થાઇરોઇડ જેવી મેડિકલ સ્થિતિ હોય છે તેમને કસુવાવડ પછી અનિયમિત પીરિયડની સમસ્યા પણ હોય છે. આ સમસ્યાથી પીડિત મહિલાઓને 3 થી 6 અઠવાડિયા પછી પીરિયડ શરૂ થાય છે. જો 3 થી 6 મહિના પછી પણ તમારા પીરિયડ્સ નોર્મલ ન આવતા હોય, તો તમે એકવાર ડૉક્ટરની મુલાકાત લો.
કસુવાવડ પછી ગર્ભાશય સાથે જોડાયેલી કેટલીક સમસ્યા થઈ શકે છે. જેમ કે, યુટરીન લાઈનિંગ સાથે બ્લડ નીકળવું,જો કે, જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ બધી સમસ્યાઓ ઓછી થતી જાય છે.
નિષ્ણાતોના મતે, કસુવાવડ પછી પીરિયડ સાયકલ કેટલા સમય સુધી સામાન્ય બનશે તે અનેક વાતો પર આધારિત છે. ઉદાહરણ તરીકે, જો સ્ત્રીનું સ્વાસ્થ્ય સારું હોય અને રિકવરી ઝડપી હોય, તો પીરિયડ સાયકલ 4-6 અઠવાડિયાની વચ્ચે સામાન્ય થઈ જશે. ટુંકમાં પીરિયડ સાયકલ તમારા હેલ્થ પર આધાર રાખે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
Published On - 8:12 am, Sat, 29 March 25