
આ દરમિયાન એક સમસ્યા બાઉલ મૂવમેન્ટ સાથે પણ જોડાયેલી છે.આવી સ્થિતિમાં એ જાણી લેવું જરુરી છે કે, આખરે આ પીરિયડસમાં બાઉલ મૂવમેન્ટ કઈ રીતે પ્રભાવિત કરે છે. શું આ બંન્ને વચ્ચે કોઈ કનેક્શન છે?ચાલો આ વિશે વિગતવાર જાણીએ ગાયનેકોલોજિસ્ટનિષ્ણાત પાસેથી.

આ વિશે ડોક્ટરનું કહેવું છે કે, પીરિયડસ દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના હોર્મોનમાં ફેરફાર થાય છે. ખાસ કરીને પ્રોજેસ્ટેરોન અને પ્રોસ્ટાગ્લેડીન હોર્મોનમાં ખુબ વધારો થાય છે. આ હોર્મોનના કારણે શૌચક્રિયા પ્રભાવિત થવા લાગે છે. આવી સ્થિતિમાં, મહિલાને કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જ્યારે પીરિયડ દરમિયાન વારંવાર બાઉલ મૂવમેન્ટ થાય છે, ત્યારે આપણે તેને પીરિયડ પૂપ્સ તરીકે પણ જાણીએ છીએ.જો તમનેપીરિયડ દરમિયાન બાઉલ મૂવમેન્ટની સમસ્યા હોય, તો તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તમે જેટલું વધુ પાણી પીશો, એટલું જલ્દી બાઉલ મૂવમેન્ટમાં સુધારો જોવા મળશે. અને શૌચક્રિયામાં કોઈ પરેશાની નહી આવે

તેમજ ડાયટમાં વધારેમાં વધારે ફાઈબરનું સેવન કરો, તમે મૌસમી શાકભાજી, ફ્રુટ્સ અને દાળનું સેવન કરી શકો છો.તેમજ કૈફીન જેવી વસ્તુઓનું સેવન પીરિયડસ દરમિયાન ન કરો.

પીરિયડ દરમિયાન બાઉન મૂવમેન્ટ સુધારવા માટે, નિયમિતપણે કસરત કરવી મહત્વપૂર્ણ છે. કસરત કરવાથી પીરિયડ દરમિયાન થતા હળવા દુખાવામાં પણ રાહત મળે છે. હા, જો સમસ્યા ગંભીર હોય તો કસરત કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી વધુ સારું છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
Published On - 7:30 am, Mon, 14 April 25