સ્ત્રીઓમાં એન્ડોમેટ્રિઓસિસ ઝડપથી વધી રહ્યું છે, જે પ્રજનન ક્ષમતાને અસર કરે છે. તેના લક્ષણોમાં પીરિયડ દરમિયાન તીવ્ર દુખાવો, થાક અને અનિયમિત બ્લીડિંગનો સમાવેશ થાય છે.
ગર્ભાશયના કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાવાથી થતો આ રોગ પીરિયડ્સ દરમિયાન અન્ય અંગોમાં પણ રક્તસ્રાવનું કારણ બને છે, જેને એન્ડોમેટ્રિઓસિસ કહેવાય છે. હવે આપણે જો એન્ડોમેટ્રિઓસિસના લક્ષણોની વાત કરીએ તો પીરિયડ દરમિયાન ખુબ દુખાવો થવો. એન્ડોમેટ્રિઓસિસની લેપ્રોસ્કોપની મદદથી સર્જરી કરી શકાય છે.
ગાયનેકોલોજિસ્ટ ડૉ. ઉષા પ્રિયમવદાએ એન્ડોમેટ્રિઓસિસની અસરો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ગર્ભાશયને અન્ય અવયવોમાં લાઈન કરતી એન્ડોમેટ્રીયમ કોશિકાઓના ફેલાવાની સ્પષ્ટ અસર પીરિયડ્સ દરમિયાન દેખાય છે.
પીરિયડ દરમિયાન યુટ્સથી બ્લીડિંગની જેમ એન્ડોમેશિયમના સેલ્સ અંગો જેમ કે,ફેલોપિયન ટ્યુબ,અંડાશય, ફેફસાં અને આંતરડા વેગેરમાં પણ બ્લીડિંગ થવા લાગે છે. ગર્ભાશયમાં સોજો જેને એન્ડોમેટ્રિઓસિસ પણ કહેવામાં આવે છે. જેમાં ગર્ભાશયની બહાર એક લેયર બની જાય છે. જે કેટલીક વખત ગંભીર રુપ ધારણ કરી લે છે.
તેના કારણે શરીરમાં હોર્મોનલ વધઘટ પણ થાય છે. ભારતમાં 25 થી 43 કરોડ મહિલાઓ આ રોગથી પ્રભાવિત છે. કેટલાક લોકો આ રોગ વિશે જાણે છે અને કેટલાક લોકો નથી જાણતા. આ રોગને લઈને ઘણા લોકોમાં કેટલીક માન્યતાઓ પણ ફેલાયેલી છે.
જો તમને પણ એન્ડોમેટ્રિઓસિસના કોઈ લક્ષણો જોવા મળ્યા છે. તો આને ગંભીરતાથી લો, જેનાથી આ બિમારીની યોગ્ય સમયે સારવાર કરી શકાય.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)