
જો યુરિન વખતે કોઈ દુખાવો કે, બળતરા થાય અને ખંજવાળ આવે તો આ અનહેલ્ધી વજાઈનાના સંકેત છે. વજાઈના યુરિનરી ટ્રૈક્ટમાં ઈન્ફેક્શન થવાનું કારણ હોય શકે છે.યુરિન સરળતાથી પાસ થાય તો આ હેલ્ધી વજાઈનાના સંકેતો છે.

હેલ્ધી વજાઈનામાં કોઈ પણ પ્રકારની સ્મેલ આવતી નથી. જો વજાઈનામાંથી વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે તેમાંથી દુર્ગંધ આવી રહી છે તો તે વજાઈનલ ઈન્ફેક્શન હોય શકે છે.

જો તમને તમારી વજાઈનામાં ફોલ્લીઓ થઈ અથવા તમને તમારી વજાઈનામાંથી અસામાન્ય રક્તસ્ત્રાવ થાય, તો તે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.સ્વસ્થ વજાઈનામાં ખંજવાળ આવતી નથી,બળતરા કે ફોલ્લીઓ થતી નથી. આ ફંગલ ચેપ અથવા એલર્જીનો સંકેત હોઈ શકે છે.

જો પીરિયડ્સ રેગ્યુલર હોય,તોદુખાવો કે ભારે રક્તસ્ત્રાવ થતો નથી.તો તે સ્વસ્થ ગર્ભાશય અને સ્વસ્થ વજાઈનાની નિશાની છે.વજાઈનાના સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સંકેતોને અવગણશો નહીં જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)