
સામાન્ય રીતે પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી નાહવું સુરક્ષિત માનવામાં આવે છે.આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ તો નથી પરંતુ કેટલાક હેલ્થ એક્સપર્ટ ગરમ પાણીથી નાહવું સુરક્ષિત માને છે.

ડોક્ટરની વાત માનીએ તો પીરિયડ્સ દરમિયાન તમે ગરમ પાણીથી નાહીશકો છો. કેટલીક મહિલાઓ માટે ગરમ પાણીથી નાહવું સારું સાબિત થાય છે પરંતુ કેટલીક મહિલાઓ માટે ગરમ પાણીથી નાહવું નુકસાનકારક બની શકે છે પરંતુ પીરિયડ્સ દરમિયાન જો તમે ગરમ પાણીથી નાહવ છો. તો આનાથી સ્નાયુઓનો તણાવ ઓછો થાય છે.

પરંતુ, ધ્યાનમાં રાખો કે આવી સ્થિતિમાં તમારે ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં, તમારે હૂંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. આ કરતા પહેલા, તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને સ્વચ્છતા અંગે સંપૂર્ણપણે સક્રિય રહેવું જોઈએ.

આમ તો પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી નાહવાના અનેક ફાયદા છે. પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી નાહવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે. પીરિયડસમાં ગરમ પાણીથી નાહવાથી ક્રેપ્સ તેમજ દુખાવામાં રાહત મળે છે.

જો તમે પીરિયડ્સ દરમિયાન તણાવ અને ચિંતાથી પરેશાન છો, તો આવી સ્થિતિમાં પણ તમે ગરમ પાણીથી સ્નાન કરી શકો છો.આમ કરવાથી માસિક ચક્ર સારું રહે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)