
ડિલિવરી પછી પેલ્વિક ફ્લોરની સમસ્યાઓ અને તેને મેનેજ કેવી રીતે કરવું તે વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ. ડિલિવરી પછી મહિલાઓને હંમેશા હેલ્થ સાથે જોડાયેલી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જેનાથી ચિંતા હોય શકે છે. જેમાં યુરિન પર કંટ્રોલ ન થવો એટલે કે, ઉધરસ, હસતી વખતે કે પછી છીંક ખાતી વખતે કોઈ શારીરિક વ્યાયામ દરમિયાન યુરિન નિકળી જવું સામેલ છે.

મૂત્રાશય કે ગર્ભાશય જેવા અંગો નીચે તરફ સરકી જાય છે ત્યારે પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ થાય છે. આના પરિણામે દબાણ, ભારેપણું અથવા સોજો આવે છે.જો તમારા પેશીઓમાં ફાટી જાય છે અથવા એપિસિઓટોમી થાય છે, તો યોનિમાર્ગની આસપાસ દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવવી સામાન્ય છે.

ઘણી સ્ત્રીઓને બાળજન્મ પછી શારીરિક સંબંધ દરમિયાન વધુ દુખાવો પણ થાય છે.ક્યારેક પ્રેગ્નન્સી દરમિયાન, તમારા પેટના સ્નાયુઓ અલગ થઈ જાય છે, જેનાથી પીઠનો દુખાવો થાય છે.

મહિલાઓએ તેમના પેલ્વિક સ્વાસ્થ્યને સુધારવા માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.પેલ્વિક ફ્લોર ફિઝીયોથેરાપી મદદ કરી શકે છે. કેગલ કસરતો જેવી કસરતો તમારા પેલ્વિક સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

જો સમસ્યા ચાલુ રહે, તો તમે તબીબી મદદ લઈ શકો છો, જેમાં દવાઓ અથવા પેસેરી જેવા ઉપકરણોનો સમાવેશ થઈ શકે છે, જેનો ઉપયોગ પેલ્વિક અંગોને ટેકો આપવા માટે થાય છે.આ સમય દરમિયાન સ્ત્રીઓ માટે ઈમોશનલ ટેકો પણ મહત્વપૂર્ણ છે.આ સમય દરમિયાન વજન ઘટાડવા અને શરીરને મજબૂત બનાવવા પર પણ ધ્યાન આપવું જોઈએ. મહિલાઓ માટે પોસ્ટપાર્ટમમાં પેલ્વિક હેલ્થું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. જો તમને સ્વાસ્થ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે. તો ડોકટરની સલાહ લો.
Published On - 6:36 am, Wed, 26 November 25