
ડોક્ટર કહે છે કે, ડાયટમાં સુધારો અને દવાથી કંટ્રોલ કરી શકાય છે. પરંતુ કેટલીક મહિલાઓ દેશી નુસખા કરે છે પરંતુ આવું કરવું જોઈએ નહી. કારણ કે, જો થાઇરોડ કંટ્રોલમાં નહી આવે તો મહિલા અને તેનું બાળક બંન્નના સ્વાસ્થ માટે ખતરો બની શકે છે.

જે મહિલાઓને પહેલા ક્યારેય થાઇરોડ થયો છે કે પછી પહેલા મિસ કેરેજ થયું હોય, તેને પ્રેગ્નન્સીમાં રિસ્ક રહે છે. પહેલા 3 મહિનામાં થાઇરોડમાં ગ્લૈડ પર સૌથી વધારે દબાવ પડે છે. આ માટે શરુઆતમાં કેટલાક ટેસ્ટ જરુર કરાવો.

થાઇરોડથી કેવી રીતે બચવું. પહેલી પ્રેગ્નન્સી વિઝિટમાં થાઇરોડ જરુર કરાવો. આયોડિનવાળા નમકનું સેવન કરો. થાઇરોડની દવા સમયસર લો. સમયસર થાઇરોડ લેવલ મોનિટર કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)