
શિયાળામાં યોગ્ય માત્રામાં પાણી પીવું ખુબ જરુરી છે. દરરોજ અંદાજે 8-10 ગ્લાસ પાણી પીઓ. તેમજ વજાઈનાને સાફ રાખવી ખુબ જરુરી છે. તેમજ યોનિમાર્ગને આગળથી પાછળ સુધી હૂંફાળા પાણીથી ધોવાથી પણ બેક્ટેરિયલ ઈન્ફેક્શનું જોખમ ઓછું થઈ શકે છે.

શિયાળામાં ગરમ કપડાં પહેરવાથી વજાઈનામાં ખંજવાળ આવી શકે છે. તેમજ કોટનના અંડરવિયર પહેરો.

જો તમને શિયાળામાં વજાઈનાની આસપાસ ખંજવાળ કે ડ્રાયનેસ છે. તો તમે વજાઈનાની આસપાસના વિસ્તારમાં મોશ્ચરાઈઝર લગાવી શકો છો.

વજાઈના ભીનું રહેવાથી વજાઈનામાં ખંજવાળ અને ઈન્ફેક્શનનું જોખમ પણ વધી શકે છે. તેથી, વજાઈનાને સાફ કર્યા પછી તેને સારી રીતે ટિશ્યુ પેપરથી સુકવો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)