
સર્જરી દરમિયાન અનેક પેશીઓને નુકસાન થાય છે. હીલિંગ પ્રક્રિયાને કારણે, ઓપરેશન પછી ઘણીવાર બ્લીડિંગ થાય છે. આને સામાન્ય માનવું જોઈએ. આ સમય દરમિયાન સ્ત્રીઓને પેડ રાખવાની સલાહ આપવામાં આવે છે.

નિષ્ણાતોના મતે, ગર્ભાશયના ઓપરેશન પછી બ્લીડિંગ વધારે થવું જોઈએ નહી. સામાન્ય રીતે, આ સમય દરમિયાન નોર્મલ બ્લીડિંગ થાય છે. જો કોઈ કારણોસર તમને હિસ્ટરેકટમી પછી વધારે બ્લીડિંગનો અનુભવ થાય છે, તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો શ્રેષ્ઠ છે. જો બ્લીડિંગમાં કોઈ દુર્ગધ આવે છે. તો આવી સ્થિતિમાં કોઈપણ બેદરકારી કર્યા વગર તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.

ગર્ભાશયની સર્જરી પછી મહિલાઓએ પોતાની હેલ્થ વિશે ધ્યાન આપવું ખુબ જરુરી છે. ગર્ભાશયના ઓપરેશન પછી વજનદાર વસ્તુ ન ઉપાડો. તેમજ ફિઝિકલ એક્ટિવ રહો. આરામ કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)