
પ્રેગ્નન્સીમાં મહિલાઓમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા મહિલાઓની પ્રેગ્નન્સી માટે ખતરનાક હોય શકે છે. આ કારણે ડોક્ટર મહિલાઓને રેગ્લુર ચેકઅપ કરવાની સલાહ આપે છે. મહિલાઓને ફાઈબ્રોઈડ્સની સમસ્યાઓ થઈ શકે છે. આ એક ટ્યુમર હોય છે.

મહિલાઓના ગર્ભાશયમાં ફાઈબ્રોઈડની સમસ્યા અનેક કારણોથી થઈ શકે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર આનુવાંશિક, સ્થુળતા આ સમસ્યાનું મુખ્ય કારણ હોય શકે છે. પ્રેગ્નન્સીમાં મહિલાઓના ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ્સ હોય તો બાળક સમય પહેલા જન્મી શકે છે, બાળકનું વજન ઓછું હોઈ શકે છે અને અકાળે પ્રસૂતિ થઈ શકે છે.

કેટલીક મહિલાઓને ફાઇબ્રોઇડ્સને કારણે ગર્ભપાત થઈ શકે છે. ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભાશય ફાઇબ્રોઇડ્સના કારણો અને મહિલાઓને કયા લક્ષણોનો અનુભવ થઈ શકે છે તે વિશે જાણીએ.

પ્રેગ્નન્સી દરમિયાન ફાઇબ્રોઇડ્સનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, હોર્મોન્સ, આનુવંશિકતા અને ગ્રોથ ફ્ક્ટર્સ જેનાથી આ સમસ્યા થઈ શકે છે.

એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા કેટલાક હોર્મોન્સ પીરિયડ્સ દરમિયાન ગર્ભાશયના અંદરના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.ત્યારે ફાઈબ્રોઈ્ડ માટે તેને જવાબદાર માનવામાં આવી શકે છે.

કેટલાક રિસર્ચથી જાણવા મળ્યું કે, ગર્ભાશયની માંસપેશિઓની તુલનામાં ફાઈબ્રોઈડમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું શોષણ વધુ હોઈ શકે છે. જેના કારણે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન એસ્ટ્રોજનનું સ્તર વધે છે, ત્યારે તે ફાઇબ્રોઇડ્સમાં સોજો આવે છે.

કેટલીક મહિલાઓમાં પહેલાથી અસ્તિત્વમાં રહેલા આનુવંશિક વલણ હોઈ શકે છે જે તેમના બાળકોમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે. વધુમાં, વૃદ્ધિ પરિબળો શરીરના પેશીઓને જાળવવામાં મદદ કરે છે, જે ફાઇબ્રોઇડ્સને બનાવવા માટે જવાબદાર હોય શકે છે.

મોટાભાગની મહિલાઓને ફાઈબ્રોઈડના અનેક લક્ષણો દેખાતા નથી, જ્યારે મોટાભાગની મહિલાઓને આનાવિશે જાણકારી પણ હોતી નથી.

ખુબ ઓછી મહિલાઓમાં ફાઈબ્રોઈ્ડના કારણે પીરિયડ્સ રેગ્યુલર આવતા નથી. તેમજ દુખાવો થઈ શકે છે. આ સિવાય પ્રેગ્નન્સી બાદ મહિલાઓને મિસકેરેજ થઈ શકે છે.

વધારે બ્લીડિંગ અને એનિમિયા થવી, વારંવાર યુરીન પાસ થવું, યુરિન કરતી વખતે દુખાવો થવો. ફાઈબ્રોઈડ્સના કારણે યુરિનરી ટ્રૈક્ટ પર દબાવ પડે છે. પેટના નીચેના ભાગમાં દુખાવો પણ થાય છે. પેલ્વિક એરિયામાં દુખાવો.

ફાઇબ્રોઇડ્સની સારવાર કરી શકાય છે. જો તમને પ્રેગ્નન્સી દરમિયાન ફાઇબ્રોઇડ્સ દેખાય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)