
કેટલીક મહિલાઓમાં આ હોર્મોન જરુર થી વધારે બની જાય છે. જો આ હોર્મોન વધી જાય છે. તો મહિલાઓને યુટ્રસનના સ્નાયુઓ વધુ સંકોચાય છે, જેના કારણે દુખાવો તીવ્ર બને છે અને ઘણા દિવસો સુધી રહે છે.

ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, જે મહિલાઓને ફાઈબ્રોડ કે પછી સિસ્ટની સમસ્યા હોય છે. તેને પીરિયડ્સ દરમિયાન ખુબ વધારે દુખાવો થાય છે. જો મહિલા માનસિક તણાવમાં છે અને તેને અનકાકોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધી રહ્યું છે. તો આનાથી દુખાવો થઈ શકે છે.

પીરિયડ્સ દરમિયાન એક-2 દિવસ સુધી દુખાવો થવો સામાન્ય છે પરંતુ વધારે સમય સુધી રહે છે. તેમજ કામ કરવામાં પણ મુશ્કેલી રહે છે.

તો આ મામલે ડોક્ટરની સલાહ જરુર લેવી જોઈએ. જો કોઈ લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમ કે, દુખાવાની સાથે બ્લીડિંગ, ઉલટી, તાવ અને ચક્કર આવે છે. તો તરત જ હોસ્પિટલ જવું આ મામલે લાપરવાહી ન રહો.

કઈ કઈ વાતનું ધ્યાન રાખવું. તો પીરિયડ્સ દરમિયાન હુંફાળું ગરમ પાણી પીઓ. પેટ પર હીટિંગ પૈડ લગાવો. ફુડમાં લીલા શાકભાજી અને ફળોને સામેલ કરો. દરરોજ પર્યાપ્ત માત્રામાં ઉંઘ લો. તેમજ મહત્વની વાત એ છે કે, માનસિક તણાવ ન લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)