
પીરિયડ્સ પહેલા પછી શારીરિક સંબંધ બાંધવાને લઈ મહિલાઓના મનમાં અનેક સવાલો આવતા હોય છે.આ સવાલોના જવાબ યોગ્ય રીતે મળતા નથી. જેના કારણે તમે ચિંતામાં મુકાય જાવ છો કે, પીરિયડ્સના કેટલા દિવસ પછી શારીરિક સંબંધ બાંધવો યોગ્ય છે.

કેટલાક દિવસ સુધી શારીરિક સંબંધ બાંધવાથી દુર રહેવું જોઈએ. આ એ વાત પર નિર્ભર કરે છે કે, જો તમે પ્રેગ્નન્સીનો પ્લાન કરી રહ્યા છો. કે તમે હાલમાં કંસીવ કરવા તૈયાર નથી. તમારી પીરિયડ્સ સાઈકલને સમજવી પણ જરુરી છે. પીરિયડ્સ પછી શારીરિક સંબંધ ક્યારે બાંધવો જોઈએ, આ વિશે આપણે ગાયનેકોલોજિસ્ટ ટિપ્સમાં વિસ્તારથી જાણીશું.

જો તમારા પીરિયડ્સ 10મી તારીખે શરૂ થાય છે અને તમારું ચક્ર 28-25 દિવસનું હોય, તો તમારા માસિક સ્રાવના 15-16 દિવસ પછી, 25મી તારીખની આસપાસ ઓવ્યુલેશન થશે. ઓવ્યુલેશનની આસપાસ ગર્ભધારણ કરવાની શક્યતા વધારે છે. આ ઘણીવાર હોર્મોનલ સ્તરો પર આધાર રાખે છે.

જો તમારા પીરિયડ્સ નિયમિત હોય, તો સામાન્ય રીતે તમારા આગામી પીરિયડ્સના 15 દિવસ પહેલા ઓવ્યુલેશન શરૂ થાય છે.

કેટલીક વખત પીરિયડ્સ પછી થનારા હોર્મોન ઈનબેલેન્સના કારણ શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા વધી જાય છે.સ્ત્રીના પીરિયડ્સના 7-14 દિવસ પછી ઓવ્યુલેશન થાય છે. આ સમયે અંડાશયમાંથી ઇંડા બહાર આવે છે. આ સમયે ઇંડા, શુક્રાણુ સાથે મળીને, ગર્ભાવસ્થા તરફ દોરી શકે છે. તેથી, જો તમે પ્રેગ્નન્સીથી બચવા માંગતા હો, તો પ્રોડટેક્શનનો ઉપયોગ કરો.

મહત્વની વાત એ છે કે, સેક્શુઅલ રિલેશન, પ્રેગ્નન્સી તેમજ પીરિયડ્સ સાથે જોડાયેલ કોઈ પણ મિથ પર વિશ્વાસ કરતાં પહેલા યોગ્ય જાણકારી ડોક્ટર પાસેથી મેળવી લો,

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)