
એગની ક્વોલિટી માટે ડાયટમાં પ્રોટીનની માત્રા ભરપુર હોવી જોઈએ. જેના માટે તમે દાળ અને ફ્રુટ્સ તેમજ લીલા શાકભાજી તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. દાળથી શરીરમાં પ્રોટીનની સાથે આયરન,વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. જે ફર્ટિલિટી માટે જરુરી હોય છે.

દાળ અને ફ્રુટ્સ ખાવાથી શરીરમાં આયરન અને પ્રોટીનની ઉણપ દુર થાય છે.જેના કારણે તમારું ઓવ્યુલેશન પણ સમયસર થશે.

પ્રેગ્નન્સીનો પ્લાન કરતા પહેલા ધ્યાન રાખો કે, તમારા ડાયટમાં મુઠ્ઠી ડ્રાયફ્રુટ્સ જરુર સામેલ કરો. તમે અંજીર,કિસમિસ, બદામ,અખરોટને આખી રાત પાણીમાં પલાળી સવારે સેવન કરી શકો છો.જેના કારણે તમારું ઓવ્યુલેશન પણ સમયસર થશે.

લીલા પાંદડાવાળા શાકભાજીમાં પોષકતત્ત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

લીલા પાંદડાવાળા શાકભાજીમાં એન્ટીઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે એગ્સની ક્વોલિટી વધારવામાં મદદ કરે છે. આ સાથે ઈમ્યુનિટી પણ બુસ્ટ કરે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)