
મૈસ્ટાઈટિસ એક પ્રકારનું ઈન્ફેક્શન છે. જેમાં સંક્રમિત ભાગમાં ગાંઠ થવાથી દુખાવો વધારે થાય છે અને સોજો થાય છે. જો સમયસર સારવાર ન મળે તે આ બ્રેસ્ટ એબ્સેસમાં બદલી જાય છે.

કેટલીક વખત નિપ્પલની ડીંટી દ્વારા સ્ટેફાયલોકોકસ ઓરિયસ નામના બેક્ટેરિયા શરીરમાં પ્રવેશવાને કારણે, મહિલાઓને બ્રેસ્ટની અંદરના પેશીઓમાં ઈન્ફેક્શ અને પરુની રચનાની સમસ્યાનો સામનો કરવો પડે છે, જે બ્રેસ્ટમાં ફોલ્લાનું જોખમ વધારે છે.

બ્રેસ્ટ એબ્સેસના લક્ષણો વિશે વાત કરીએ તો બ્રેસ્ટ એબ્સેસની સમસ્યામાં બ્રેસ્ટફીડ કરાવતી વખતે હંમેશા મહિલાઓને બ્રેસ્ટમાં દુખાવો, ગાંઠની સમસ્યા થાય છે. આ સિવાય આ કારણે મહિલાોના બ્રેસ્ટમાં રેડનેસ તેમજ આ વિસ્તાર ગરમ રહી શકે છે.

બ્રેસ્ટ એબ્સેસની સમસ્યા થવા પર મહિલાઓને તેમના બ્રેસ્ટ સ્પર્શ કરતી વખતે અથવા બ્રેસ્ટફીડિંગ દરમ્યાન તીવ્ર દુખાવો થઈ શકે છે. આ સમસ્યાઓને અવગણશો નહીં. કેટલીક વખત શરીરમાં ઈન્ફેક્શનના કારણે બ્રેસ્ટમાં દુખાવાની સાથે મહિલાઓને તાવ આવી શકે છે. આ દરમિયાન આ લક્ષણોને નજરઅંદાજ કરશો નહી.

ક્યારેક, બ્રેસ્ટ ફોલ્લાની સમસ્યાને કારણે, મહિલાઓને બ્રેસ્ટમાંથી પરુ અથવા દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.બ્રેસ્ટફીડ કરાવતી મહિલાઓને ઘણીવાર બ્રેસ્ટમાં ફોલ્લાઓનો અનુભવ થઈ શકે છે. જો તમને કોઈ લક્ષણો દેખાય, તો તેને અવગણશો નહીં અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)