
ખુબ ઓછા પ્રમાણમાં મહિલાઓ પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાનો વિચાર કરે છે.એવું કહેવું ખોટું નહીં હોય કે પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ બાંધવો સંપૂર્ણપણે સલામત છે.

પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ બાંધતી વખતે કેટલીક વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. જેમ કે, જો મહિલાને વધારે બ્લીડિંગ થાય છે કે, દુખાવો થઈ રહ્યો છે તો શારિરીક સંબંધ બાંધવો સલામત નથી. આનાથી મહિલાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

પીરિયડ્સમાં બ્લીડિંગ થાય છે અને બ્લડ કોઈ પણ પ્રકારનું સંક્રમણને સરળતાથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પહોંચાડે છે,એટલા માટે હંમેશા કહેવામાં આવે છે કે, સેફટી સાથે હંમેશા શારીરિક સંબંધ બાંધવો જોઈએ.

પરંતુ, જો તમે પીરિયડ્સ દરમિયાન કોઈપણ પ્રકારના ચેપથી બચવા માંગતા હો, તો શારીરિક સંબંધ બાંધવો સલામત નથી. ખાસ કરીને, જો તમારા જીવનસાથીને કોઈપણ પ્રકારનો ચેપ અથવા STI હોય, તો આવી વ્યક્તિથી અંતર જાળવવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે.

શું તમે જાણો છો કે, પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી યીસ્ટ ઈન્ફેક્શનનું રિસ્ક વધી જાય છે. આ દરમિયાન મોટાભાગની મહિલાઓ હાઈજીનનું વધારે ધ્યાન રાખતી નથી. જેના કારણે બળતરા, રેસિસ થઈ જાય છે.આ દરમિયાન શારિરીક સંબંધ બાંધવાથી યીસ્ટ ઈન્ફેક્શનનું રિસ્ક વધી શકે છે.

જો તમે પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ બાંધવા માંગતા હો, તો સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. જો સ્ત્રી અસ્વસ્થતા અનુભવતી હોય અને તીવ્ર પીડા અનુભવી રહી હોય, તો પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ ન બાંધો. જો સ્ત્રીઓને યોનિમાર્ગમાં ખંજવાળ, બળતરા, જેવી સમસ્યાઓ હોય, તો તેમણે શારીરિક સંબંધ બાંધવાથી દુર રહેવું જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)