
તણાવ અને ચિંતા તમારા હોર્મોન્સને પ્રભાવિત કરે છે. જો તમે તણાવ અને ડિપ્રેશનમાં છો. તો તમને સમય પહેલા પીરિડ્સ આવી શકે છે. આટલું જ નહી તણાવના કારણે તમારા પીરિયડ્સ મોડા આવી શકે છે. આ માટે જો તમે તણાવમાં રહો છો . તો મેડિટેન અને યોગ જરુર કરો. જેનાથી તમને ખુબ લાભ થશે.

જો તમારી રુટિન લાઈફમાં કોઈ બદલાવ થઈ રહ્યો છે. તો આનાથી હોર્મોન્સ પ્રભાવિત થઈ શકે છે. રુટિન લાઈફમાં બદલાવ તમારી પીરિયડ્સ સાઈકલને પણ પ્રભાવિત કરી શકે છે. જો તમારા પીરિયડ્સ મોડા આવવા ઊંઘ તે પછી મોડા ઉઠો છો તો જલ્દી પીરિયડ્સ આવી શકે છે. પીરિયડ્સને યોગ્ય રાખવા માટે તમારી લાઈફસ્ટાઈલ પર જરુર ધ્યાન આપો.

જો તમે વાંરવાર ગર્ભનિરોધક દવાઓનું સેવન કરો છો. તો આની અસર તમારા હોર્મોન્સ અને પીરિયડ્સ સાઈકલ પર અસર કરી શકે છે. ગર્ભનિરોધક દવાઓના સેવનથી હોર્મોન બદલાવ થાય છે. જે સમયથી પહેલા પીરિયડ્સનું કારણ બની શકે છે.

કેટલીક એવી શારીરિક સમસ્યાઓ પણ છે. જે તમારા પીરિયડ્સને પ્રભાવિત કરી શકે છે. જેમ કે, પીસીઓએસ, થાઈરોડ, એન્ડોમેટ્રિયોસિસ હોય શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)