
સી-સેક્શન એક જટિલ પ્રક્રિયા છે, પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન વધતી જતી જટિલતાઓને કારણે ઘણી મહિલાઓને આ પ્રક્રિયાનો સહારો લેવો પડે છે. આ પ્રકિયા પછી મહિલાઓને રિકવરીમાં પણ સમય લાગે છે. જેનાથી લાઈફસ્ટાઈલ સામાન્ય થવામાં સમય લાગે છે.

સી-સેક્શન પછી કેટલીક મહિલાઓ લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધવાથી દુર રહે છે. તેને લાગે છે કે, આ કારણે તેને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. કેટલીક મહિલાઓને સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવો પણ થાય છે. તો શું સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવો થવો સામાન્ય છે.

સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે કેટલીક મહિલાઓને દુખાવાની ફરિયાદ હોય છે. મહિલાઓની નોર્મલ ડિલિવરી હોય કે સી-સેક્શન એ ખુબ જ પીડાદાયક હોય છે. સી-સેક્શનમાં પેટમાં ચીરો પાડવામાં આવે છે. આ દરમિયાન અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

ડોક્ટર પણ સલાહ આપે છે કે, સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે મહિલાઓએ સંપૂર્ણ સ્વસ્થ હોવું ખુબ જરુરી છે. જો મહિલાઓ સી-સેક્શન પછી રિકવરીમાં વધારે સમય લાગે છે. તો આવી સ્થિતિમાં શારીરિક સંબંધ બાંધવામાં આવે તો મહિલાને દુખાવો થઈ શકે છે.

સી-સેક્શન દરમિયાન મહિલાઓના અનેક ટિશ્યુમાં કટ લાગે છે, પેટમાં ટાંકા આવે છે. આવું થવા પર મહિલાઓને દુખાવો થાય છે.આ દરમિયાન હલનચલન કરવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે શારીરિક સંબંધ બાંધતી વખતે પણ દુખાવો છે.

સી-સેક્શન પછી મહિલાઓના શરીરમાં હોર્મોન્સમાં ઉતાર-ચઢાવ આવે છે,આવું પ્રેગ્નન્સી અને ડિલીવરી પછી થાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)