
પરંતુ તમને જણાવી દઈએ કે, મેનોપોઝ બાદ ઈન્ટીમેન્સીને તમારા જીવનનો એક ભાગ બનાવવો મહત્વપૂર્ણ છે. આ બ્લેડ ફ્લોમાં સુધારો કરે છે, જે બદલામાં યોનિમાર્ગના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

મેનોપોઝ બાદ એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જવાના કારણે મહિલાઓની યોનિમાં ડ્રાઈનેસ આવી જાય છે. આ કારણે શીરિક સંબંધ પેનફુલ બની જાય છે. જો મહિલાઓ શારીરિક સંબંધ બાંધ્યા પહેલા લુબ્રિકેટનો ઉપયોગ કરે છે. તો તેના માટે સરળ બનાવી શકે છે.

મેનોપોઝ બાદ વજાઈનલ ડ્રાયનેસને દુર કરવા માટે તમે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો.

પરંતુ આ સંદર્ભમાં, જો તમે એક વાર ડૉક્ટરની સલાહ લો અને પછી જ કોઈપણ મોઇશ્ચરાઇઝર લગાવો તો વધુ સારું રહેશે.

ઓરલ એસ્ટ્રોજન યોનિમાર્ગની ડ્રાયનેસને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

જોકે, તેને જાતે ન ખરીદો. જ્યારે યોનિમાર્ગની ડ્રાયનેસ વધી જાય છે, ત્યારે તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરી શકે છે. તેથી પહેલા નિષ્ણાતની સલાહ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
Published On - 6:14 am, Mon, 10 November 25