
પીરિયડ્સ દરમિયાન દુખાવો થવાની સમસ્યા પ્રજનન સ્વાસ્થ સમસ્યાઓ જેમ કે, એન્ડોમેટ્રિયોસિસ, ફાઈબ્રોડ કે પછી પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમની સાથે સાથે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) સાથે જોડાયેલું હોય છે.

જ્યારે શરીરમાં હોર્મોનલ અસંતુલન થાય છે. તો હંમેશા દુખાવા દ્વારા સંકેત આપે છે. હોર્મન અંસુતલન, સોજો કે પછી પાચન સંબંધી સમસ્યાઓ પીરિયડ્સમાં ખુબ દુખાવાનું કારણ બની શકે છે.

એન્ડોમેટ્રિયોસિસ અને પીસીઓએસ જેવી સ્થિતિ એસ્ટ્રોજન કે અસંતુલિત હોર્મોનનું સતર વધી જાય છે.આનાથી ખેંચાણ અને પીરિયડ્સના અન્ય લક્ષણો થઈ શકે છે. તેવી જ રીતે, પાચન સ્વાસ્થ્ય સમસ્યાઓ બળતરા પેદા કરી શકે છે, જે પીરિયડ્સને અસર કરી શકે છે.

પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ખેંચાણ સામાન્ય છે, પરંતુ કોઈ પણ મહિલાને પીરિયડ્સ દરમિયાન વધારે દુખાવો સહન ન કરવો જોઈએ. તેથી, જો તમને તીવ્ર દુખાવો થાય, તો તેને અવગણશો નહીં, તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. ઉપરાંત, તમારી લાઈફસ્ટાઈલમાં પણ ફેરફારો કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)