
પ્રેગ્નન્સી વખતે કેટલીક મહિલાઓને વજાઈનલ ટિયર કરવામાં આવે છે. આ એક પ્રકારનું કટ હોય છે.જેનાથી બાળક સરળતાથી માતાના ગર્ભમાંથી બહાર આવી શકે. વજાઈનલ ટિયરની રિકવરી કેટલીક વખત મોડી થાય છે. આ દરમિયાન શારીરિક સંબંધ બાંધતી વખતે મહિલાને દુખાવો થઈ શકે છે.આ સ્થિતિમાં સેક્સુઅલ ટ્રોમા થઈ શકે છે. તેથી, ડિલિવરી પછી શારીરિક સંબંધ બાંધતા પહેલા હંમેશા વજાઈનલ ટિયરની રિકવરી થવા દો.

ડિલિવરી પછી મહિલાઓ ઘણીવાર શારીરિક લાઈફમાં રસ ગુમાવી દે છે. આનું કારણ એ છે કે સ્તનપાન હોર્મોનલ સંતુલનને ખલેલ પહોંચાડે છે અને એસ્ટ્રોજનના સ્તરને અસર કરે છે. આનાથી યોનિમાર્ગ શુષ્ક થઈ શકે છે. યોનિમાર્ગ શુષ્કતા સ્ત્રીઓ માટે શારીરિક સંબંધને પીડાદાયક બનાવી શકે છે.

ક્યારેક, મહિલાઓ લાંબા સમય સુધી શારીરિક સંબંધ ન બાંધવાને કારણે આ ટાળે છે. મહિલાઓ ડિલિવરી પછી નોંધપાત્ર શારીરિક ફેરફારોમાંથી પસાર થાય છે. ઘણી સ્ત્રીઓનું વજન વધે છે, જેના કારણે તેઓ તેમના શરીર વિશે ચિંતા કરે છે. જો કોઈ સ્ત્રીને આવું લાગે છે, તો તેણે તેના જીવનસાથી સાથે ચર્ચા કરવી જોઈએ. જ્યાં સુધી તમે ઈમોશનલી રીતે તૈયાર ન થાઓ ત્યાં સુધી શારીરિક સંબંધ ટાળો.

જો તમે ડિલિવરી પછી શારીરિક અને માનસિક રીતે શારીરિક સંબંધ બાંધવા માટે તૈયાર ન હોવ, તો તેનાથી દૂર રહેવું શ્રેષ્ઠ છે. ડિલિવરી પછી સેક્સઅુલ લાઈફ ફરી શરૂ કેવી રીતે કરવી તે અંગે તમે સીધા તમારા ડૉક્ટર પાસેથી સલાહ લઈ શકો છો. તમારા ડૉક્ટર તમને સલાહ આપશે કે તમારા માટે શું યોગ્ય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)