
આનો સીધો જવાબ એ છે કે, પીસીઓડીની સમસ્યા સંપુર્ણ રીતે યોગ્ય કરી શકાય છે. તેને મેનેજ પણ કરી શકાય છે. આ સ્થિતિમાં પીસીઓડીના લક્ષણો દુર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, હોર્મોનલ સંતુલન બનાવી રાખવા માટે પીસીઓડીને મેનેજ કરવું ખુબ જરુરી છે.

પીસીઓડીને મેનેજ કઈ રીતે કરવું. આ માટે તમારે આખા અનાજ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખોરાક ખાવાથી ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં અને PCOD ના લક્ષણો ઘટાડવામાં મદદ મળે છે.

પીસીઓડીની સમસ્યાથી બચવા માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ. તમે વેટ ટ્રેનિંગ કે યોગા પણ કરી શકો છો.પીસીઓડીને કંટ્રોલ કરવા માટે વજનને મેનેજ કરવું ખુબ જરુરી છે. તમને જણાવી દઈએ કે, વજન ઓછું થવાથી પીસીઓડીના લક્ષણોમાં ખુબ સુધારો થઈ શકે છે અને પીરિયડ્સ રેગ્યુલર થઈ શકે છે. વજન ઘટાડવાથી ઈંસુલિન રેજિસ્ટેટ્સ ઓછું થાય છે. જેનાથી એન્ડ્રોજનનું સ્તર ઓછું થઈ શકે છે.

હવે આપણે મેડિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો. હોર્મોનલ થેરેપી પીરિયડ્સ રેગ્યુલર કરવા,ખીલ અને વાળના વિકાસને નિયંત્રિત કરવા માટે હોર્મોનલ થેરાપી આપી શકાય છે.મેટફોર્મિનઆ ઇન્સ્યુલિન-સંવેદનશીલ દવાનો ઉપયોગ ઘણીવાર ઇન્સ્યુલિન પ્રતિકારને નિયંત્રિત કરવા અને ઓવ્યુલેશન સુધારવા માટે થાય છે.

ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કંસીવ કરવામાં મુશ્કેલીનો સામનો કરનારી મહિલાઓને ઓવ્યુલેશન-પ્રેરિત દવાઓ અથવા IVF જેવી ફર્ટિલિટી ટ્રીટમેન્ટથી ફાયદો થઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)