
મહિલાનું શરીર પુરુષની તુલનામાં ખુબ જ સંવેદનશીલ હોય છે. મહિલાઓના શરીરનો એક મહત્વનો ભાગ વજાઈના માત્ર પ્રજનન સ્વાસ્થ માટે નહી પરંતુ મહિલાના સંપૂર્ણ પ્રજનન સ્વાસ્થને દશા અને દિશા નિર્ધારિત કરનારું કેન્દ્ર માનવામાં આવે છે.

વજાઈનાની અંદરનું વાતાવરણ અંત્યત સુક્ષ્મો જીવો દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. એક હેલ્ધી સેક્સુઅલ લાઈફ રિલેશન, મહિલાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોનિના પીએચ લેવલને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આજકાલ મહિલાઓમાં ઈનફર્ટિલિટીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું યોનિમાર્ગનો pH મહિલાઓની પ્રજનન ક્ષમતાને પણ અસર કરી શકે છે.

યોનિનું પીએચ સ્તર 0 થી 14 વચ્ચે હોય છે. એક હેલ્ધી યોનિનું સામાન્ય પીએચ સ્તર 3.8 થી 4.5 વચ્ચે હોય છે. યોનીનું આ પીએચ લેવલ તેના સંપૂર્ણ સ્વાસ્થ, પ્રજનન ક્ષમતા અને યૌન સ્વાસ્થ્ય બંન્ને માટે મહત્વપૂર્ણ માનવમાં આવે છે.

યોનિના પીએચ સ્તરમાં ફેરફાર થવાના કારણો જાણો.સમયની સાથે મહિલાઓનું યોનિનું પીએચ સ્તર પણ બદલાય છે. કેટલીક વખત અલગ અલગ કારણોથી આ બગડી જાય છે. યોનીના પીએચ સ્તરમાં ફેરફાર થવાનું મુખ્ય કારણ જોઈએ તો, વધારે કેમિકલ્સ વાળા સાબુનો ઉપયોગ કરવો. એન્ટીબાયોટિક દવાઓનું વધુ માત્રામાં સેવન કરવું. પીરિયડ્સ દરમિયાન પેડ તેમજ ટેમ્પુન લાંબા સમય સુધી ન બદલવું.

અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધવે કે પછી વારંવાર પાર્ટનર બદલવું, અલગ અલગ કારણોથી થતું હોર્મોનલ અસંતુલન, તણાવ તેમજ ખરાબ લાઈફ સ્ટાઈલ યોનિનું અસામાન્ય પીએચ સંક્રમણ જેવા બેક્ટીરિયલ વેજિનોસિસ કે કેન્ડિડા યીસ્ટ ઈન્ફેક્શનના કારણે બને છે. રિર્સચ મુજબ એક વાત સામે આવી છે કે, મહિલાઓમાં યીસ્ટ ઈન્ફેક્શન ગર્ભધારણ કરવાની ક્ષમતાને ઓછી કરી દે છે.

ઈન્ફર્ટિલટી સાથે ઝઝુમી રહેલી મહિલાઓ જો આઈવીએફની મદદ લે છે. ત્યારે યોનિનું પીએચ લેવલ સંતુલિત થવું ખુબ જરુરી છે. યોનિ ખરાબ પીએચ લેવલ આઈયુઆઈ અને આઈવીએફની સફળતાને ઓછી કરી દે છે.

સ્વસ્થ શુક્રાણુ મહિલાની યોનિ,ગર્ભાશય ગ્રીવા અને ફૈલોપિયન ટ્યુબ સુધીની સફર કરે છે. ત્યારે જો યોનિનું પીએચ લેવલ યોગ્ય નહી હોય તો સંક્રમણ વધી જાય છે. તેમજ સોજો અને બળતરા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. લાંબા સમય સુધી બળતરા અને સોજો વજાઈનામાં રહે તો તે ફર્ટિલિટીને અસર કરી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)