
આજકાલ લાઈફસ્ટાઈલ, ખાણીપીણી, વાયુ પ્રદુષણ અને અન્ય કારણોથી પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા પહેલા કપલે કેટલાક જરુરી મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ. ડોક્ટર દ્વારા કરવામાં આવતા આ ટેસ્ટ માત્ર તમારા સ્વાસ્થ માટે જરુરી નથી પરંતુ ભવિષ્યમાં ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ માટે પણ ખુબ મહત્વપૂર્ણ છે.

આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા પહેલા કપલે ક્યા ક્યા ટેસ્ટ કરાવવા જોઈએ તેના વિશે વાત કરીશું. ડોક્ટરનું કહેવું છે કે, આ ટેસ્ટ કરાવવાથી અનેક પ્રકારની બીમારીઓને શોધવામાં મદદ કરે છે.

પ્રેગ્નન્સીમાં સૌથી પહેલા બ્લડ ટેસ્ટથી તમારા સ્વાસ્થની જાણ થશે. બ્લડ ટેસ્ટ તમારો અને તમારા પાર્ટનરનું હીમોગ્લોબીન લેવલ,શુગર લેવલ, થાયરોઈડ ફંક્શન અને વિટામિન ડીની જાણકારી મળે છે. આ ટેસ્ટ જરુર કરાવવો જોઈએ કારણ કે, આનાથી ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચી શકાય છે.

કોઈ પણ કપલને પ્રગ્નન્સીનું પ્લાનિંગ કરતા પહેલા પોતાનું બ્લડ ગ્રુપ જરુર ખબર હોવી જોઈએ બ્લડ ટેસ્ટ દરમિયાન બ્લડ ગ્રુપ આરએચ નેગેટિવ છે અને પિતાનું ગ્રુપ આરએચ પોઝિટિવ છે તો તેમણે એન્ટી ડી ઈન્જેક્શન લગાવવા જોઈએ.

થાઇરોઇડ હોર્મોન્સ પ્રજનન અને ગર્ભ વિકાસ માટે મહત્વપૂર્ણ છે. થાઇરોઇડ ટેસ્ટ ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ જરૂરી છે. પ્ર્ગ્નન્સીનું આયોજન કરતા પહેલા દરેક કપલે થાઇરોઇડ ટેસ્ટ કરાવવો જોઈએ.

આ ટેસ્ટ ઉપરાંત, રૂબેલા, ટોક્સોપ્લાઝ્મોસીસ અને સાયટોમેગાલોવાયરસ જેવા મેડિકલ ટેસ્ટ પણ કરી શકાય છે.આ વિશે વધુ માહિતી તમારી ડોક્ટર પાસેથી મેળવી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
Published On - 8:57 am, Sun, 18 January 26