
એસ્ટ્રોજન ખુબ જરુરી હોર્મોન છે. જે મહિલાઓના શરીરના અનેક જરુરી કાર્યોને કંટ્રોલ કરે છે. આ માત્ર પીરિયડ્સ અને રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે જોડાયેલ હોય છે પરંતુ હાડકાની મજબૂતાઈ, હૃદયના સ્વાસ્થ્ય, માનસિક સંતુલન અને ત્વચા પર પણ તેની ઊંડી અસર પડે છે. આ જ કારણ છે કે તેને મહિલાઓ માટે "લાઈફ હોર્મોન" તરીકે પણ ઓળખવામાં આવે છે.

જ્યારે શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ નોર્મલથી ઓછું થઈ જાય છે. ત્યારે મહિલાઓને અનેક પ્રકારની શારીરિક અને માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ કંડીશન હંમેશા મેનોપોઝ, હોર્મોનલ અસંતુલન ,સ્ટ્રેસ કે અન્ય સ્વાસ્થ સાથે જોડાયેલી સમસ્યાઓના કારણે થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજનની ઉણપ કેમ થાય છે? આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી વિસ્તારથી જાણીએ.

એસ્ટ્રોજનની ઉણપની સીધી અસર મહિલાઓના રિપ્રોડક્ટિવ હેલ્થ પર પડે છે. આ હોર્મોનનું લેવલ ઓછું થવા પર પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે અથવા બિલકુલ બંધ થઈ જાય છે.

પીરિયડ્સ નિયમિત થવા ઓવ્યુલેશન માટે જરુરી છે. જો ઓવ્યુલેશન યોગ્ય રીતે ન થાય તો ગર્ભધારણ કરવામાં સમસ્યા આવી શકે છે. જેનાથી ઈનફર્ટિલિટી પણ થઈ શકે છે. આ સિવાય એસ્ટ્રોજનની ઉણપના કારણે વજાઈનામાં ડ્રાઈનેસ આવી જાય છે.

એસ્ટ્રોજનથી હાડકાંમાં મજબુતી બની રહે છે પરંતુ જ્યારે આનું લેવલ નીચે જાય છે. ત્યારે હાડકાં ધીમે ધીમે નબળા પડવા લાગે છે. આ સમસ્યા હંમેશા 40ની ઉંમર બાદ શરુ થાય છે. હાડકાંની નબળાઈથી ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારી થઈ શકે છે. જેમાં હાડકાં ખુબ નાજુક થઈ જાય છે અને તુટવાનો ખતરો વધી જાય છે.

જ્યારે મહિલાના શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ ઓછું થઈ જાય છે. ત્યારે આની અસર તમારા વાળ અને સ્કિન પર પણ દેખાય છે.વાળ પાતળા થવા લાગે છે અને સ્કિન પર ડ્રાઈનેશ આવવા લાગે છે.

હોટ ફ્લૅશ, જે અચાનક ગરમી અને પરસેવો આવવા લાગે છે, જે સામાન્ય રીતે મેનોપોઝ દરમિયાન થાય છે, પરંતુ એસ્ટ્રોજનનો અભાવ પણ 40 વર્ષની ઉંમર પહેલાં આ સમસ્યાનું કારણ બની શકે છે.ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, મહિલાઓના એસ્ટ્રોજનને બેલેન્સ બનાવી રાખવું ખુબ જરુરી છે. બેલેન્સ ડાયટ,રેગુલર, કસરત અને પર્યાપ્ત માત્રમાં ઉંધ લેવી જરુરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)